Gautam Gambhirનો ઝૂમ મીટિંગમાં interview પૂરો, Head-Coach બનવા માત્ર નામકરણ બાકી
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર, કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના ભૂતપૂર્વ ચૅમ્પિયન કૅપ્ટન અને કેકેઆરના જ ચૅમ્પિયન મેંતોર ગૌતમ ગંભીરે બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની ક્રિકેટ સલાહકાર સમિતિને નૅશનલ ટીમના હેડ-કોચ બનવા વિશે મંગળવારે ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને હવે રાહુલ દ્રવિડના અનુગામી તરીકે ગંભીરનું નામ જાહેર થવા બાબતમાં ઘડીઓ ગણાઈ રહી છે.
પીટીઆઇના સંદેશા મુજબ ઇન્ટરવ્યૂ માટે આ ઝૂમ મીટિંગ હતી. ગંભીરે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીએસી)ના ચૅરમૅન અશોક મલ્હોત્રાને તેમ જ તેમના સાથી-સભ્યો જતીન પરાંજપે તથા સુલક્ષણ નાઇકને વર્ચ્યૂઅલી ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇન્ટરવ્યૂનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને હવે બુધવારે થવાની સંભાવના હોવાનું બીસીસીઆઇના એક સૂત્ર પાસેથી પીટીઆઇને જાણવા મળ્યું હતું.
ગંભીરે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનવા મોડી અરજી કરી હતી. જોકે બીસીસીઆઇને તેનામાં જ રસ હતો એટલે (આઇપીએલ પછી) તેની અરજી મોડી સ્વીકાર્યા બાદ હવે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. દિલ્હીમાં રહેતા ગંભીરે આઇપીએલ બાદ પત્રકારોને કહ્યું હતું કે તેને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનવામાં રસ છે. પરાંજપે અને નાઇક મુંબઈમાં હતા અને તેમણે ઝૂમ મીટિંગમાં ગંભીર સાથે ઘણી વાર સુધી ચર્ચા કરી હતી જેમાં ખાસ કરીને તેમણે આવતા ત્રણ વર્ષ માટે ટીમ ઇન્ડિયા માટે તેનો શું રોડ-મૅપ છે એ ગંભીર પાસેથી જાણ્યું હતું.
આ પણ વાંચો : Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?
ગંભીરને હેડ-કોચ તરીકે પસંદ કર્યા બાદ સીએસીના મેમ્બર્સ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને વાકેફ કરશે અને ત્યાર બાદ વિધિવત ગંભીરના નામની જાહેરાત કરાશે.
સિલેક્શન કમિટીમાં નોર્થ ઝોનના સિલેક્ટર માટેનો હોદ્દો ખાલી પડ્યો છે અને એ સંબંધમાં પણ સીએસીના મેમ્બર્સ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે.
રાહુલ દ્રવિડની હેડ-કોચ તરીકેની મુદત વર્તમાન ટી-20 વર્લ્ડ કપના અંત સુધીની જ છે. તેના કોચિંગમાં ભારતીય ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.