મનોરંજન

Sonakshi weds Zahir: લગ્ન પહેલા ઉજવણીમાં ડૂબ્યું કપલ

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ટૂંક સમયમાં લગ્ન કરીને જીવનમાં એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે . આ કપલ 23 જૂન, 2024ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે. ત્યાર બાદ તેઓ બેસ્ટિયન હોટેલમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. તાજેતરમાં જ તેમના લગ્નના આમંત્રણનો ઓડિયો વાયરલ થયો હતો. દરમિયાન, હવે સોનાક્ષીએ તેની બેચલરેટ પાર્ટીની ઝલક શેર કરી છે,જેમાં તે તેના ભાવિ પતિ ઝહીર ઇકબાલ અને મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

સોનાક્ષી સિંહાએ તેના ઇન્સ્ટા હેન્ડલ પરથી તેની બેચલરેટ પાર્ટીની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં તેની ડબલ એક્સએલ કો સ્ટાર હુમા કુરેશી પણ જોવા મળી રહી છે. સોનાક્ષી તેની ગર્લ્સ ગેંગ સાથે જોવા મળી રહી છે. ગોલ્ડ અને સિલ્વર રંગના બલુન્સથી આસપાસ સજાવટ કરવામાં આવી છએ અને પાર્ટીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કાળા રંગનો ડ્રેસ પહેર્યો છે.
સોનાક્ષી ઉપરાંત ઝહીરે પણ પાર્ટીની તસવીરો શેર કરી છે. સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથે બેચલર પાર્ટી કરી હતી.

આ પણ વાંચો : Sonakshi weds Zahir: હેં…દીકરીના લગ્નમાં શત્રુધ્ન સિન્હા હાજરી નહીં આપે?

છેલ્લા કેટલાક દિવસથી કપલના મેરેજના સમાચાર આવી રહ્યા હતા. તેમનું મેગેઝિનના કવર જેવું લગ્નનું આમંત્રણ કાર્ડ પણ વાયરલ થયું હતું, જેની સાથે ઑડિયો પણ હતો. તેમના વેડિંગ બેશમાં ભાગ લેનારા બધાને લાલ રંગના પોશાક પહેરવા નહીં એવી અપીલ પણ કરવામાં આવી છે, તેથી લાગે છે કે કપલ તેમના લગ્નમાં લાલ રંગનો વસ્ત્રો પરિધાન કરશે.

લગ્નમાં આવનાર મહેમાનોની યાદીની વાત કરીએ તો હીરામંડી વેબસિરીઝની આખી સ્ટાર કાસ્ટ, સલમાન ખાન, પૂનમ ધિલ્લોન, હની સિંહ અને ડેઇઝી શાહ સહિત અનેક સેલિબ્રિટી આ લગ્નનો ભાગ બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button