Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વિડીયો અંગે સામે આવ્યો મોટો ખુલાસો
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ((Lawrence Bishnoi)કરેલા વિડીયો કોલનો કથિત વીડિયો વાયરલ થયા બાદ તે અંગે ખુલાસો સામે આવ્યો છે. જેમાં સાબરમતી જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ નિવેદનમાં વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વીડિયો પહેલાનો પણ હોઇ શકે છે.લોરેન્સ બિશ્નોઈને જેલમાં ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. તેની પર સતત વોચ ગોઠવવામાં આવેલી છે. આ વીડિયો સાબરમતી જેલનો નથી.આ વિડીયો એઆઈ દ્વારા પણ એડિટ કરવામાં આવી શકે છે.
લોરેન્સ 10 ખોલી બેરેકમાં આઇસોલેટ
ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં છે. વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે અને સાથે જ સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે. લોરેન્સને 10 ખોલી બેરેકમાં આઇસોલેટ રખાયો છે. જેલમાં રૂટિન પ્રમાણે સવાર અને સાંજ ચેકિંગ થતું રહે છે.
વીડિયો કોલનો કથિત વીડિયો વાયરલ થયો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પ્રખ્યાત લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાની બાબત સામે આવી છે. જો કે આ અંગે રાજય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે. આ અંગે આજે સવારે જાણ થઈ છે. સત્ય જાણવાનું બાકી છે.