જામનગરમાં પાંચ માળની સ્કૂલ બિલ્ડીંગમાં આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

જામનગરઃ આજે મંગળવારે સવારે જામનગરની સ્કૂલમાં આગ(Jamnagar school fire) લાગી હતી. ઈલેક્ટ્રિક પેનલમાં આગ લાગવાના કારણે હોબાળો મચી ગયો હતો. શાળાના સ્ટાફે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમા લઈ લીધી છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
Read more: અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલી એક સ્કૂલની પાંચ માળની બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. ઇન્સ્ટોલેશન પેનલમાં શોકસર્કીટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે શાળામાં કુલ 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આગ લગાવાને કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
Read more: Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoiએ મિત્રને કોલ કર્યાનો કથિત વિડીયો વાયરલ
સ્કૂલમાં આગ લાગવાની ઘટના ચર્ચામાં આવતા વાલીઓમાં ફફડાટનો ફેલાયો હતો. જો કે જામનગર મનપાની ફાયર ટીમ સમયસર આવી ચૂકી હતી અને શાળાના સ્ટાફના પ્રયાસોની મદદથી આગને તરત જ કાબૂમાં લેવાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ધટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.