Rajkot જેતપુર નજીક દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયુ, 24 લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા
રાજકોટઃ રાજકોટ(Rajkot)જિલ્લાના જેતપુર નજીક ટેન્કરમાંથી દૂધ ચોરી કરી ભેળસેળ કરેલું દૂધ વેચવાના કૌભાંડ પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર નજીકથી દૂધના ટેન્કરમાં ભેળસેળ કરતા છ લોકોની ધરપકડ કરી 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરી ગુનો નોંધી કેટલા સમયથી દૂધમાં ભેળસેળ કરી રહ્યા સહિતની બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે છ લોકોની ધરપકડ કરી
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ એલસીબીએ બાતમીના આધારે જેતપુર નજીક આવેલા એક હોટલના કમ્પાઉન્ડમાં દૂધની ભેળસેળ કરતા હતા. રેડ કરતા બે ટેન્કર, પીકપ વાન, મોબાઈલ, તેમજ પ્લાસ્ટિકના ટાંકા તેમજ ઈલેક્ટ્રીક મોટર મળી કુલ મુદ્દામાલ 24,43,000 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી. એક આરોપી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Also Read –