ટોપ ન્યૂઝનેશનલ

Karnataka માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતાને Heart Attack આવતા નિધન

બેંગલુરુ : કર્ણાટકમાંથી(Karnataka)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના(BJP)એક નેતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક(Heart Attack)હોવાનું માનવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતા અને પૂર્વ MLC એમબી ભાનુપ્રકાશનું 17 જૂને નિધન થયું હતું. ભાનુપ્રકાશનું શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

કારમાં બેસતા જ હાર્ટ એટેક

આ પહેલા ભાનુપ્રકાશ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાનુપ્રકાશે શિવમોગામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, “તેમને કારમાં બેસતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

ચૂંટણી બાદ ભાવ વધ્યા

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ વધારીને અનુક્રમે 29.84 ટકા અને 18.44 ટકા કર્યા બાદ આ વિરોધ થઈ રહ્યો હતો. આ વધારા બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 3 રૂપિયા અને 3.05 રૂપિયાનો વધારો થયો છે. આ કિંમતો 15 જૂનથી તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક લોકસભા ચૂંટણી બાદ ઈંધણના ભાવમાં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

પ્રદેશ પ્રમુખે દેખાવો માટે બોલાવ્યા હતા.

ભાવ વધારાના વિરોધમાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ 15 જૂને કહ્યું હતું કે પાર્ટી સરકારના નિર્ણય સામે સોમવારે રાજ્યવ્યાપી વિરોધ કરશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભાનુપ્રકાશ શનિવારે રાજ્યની કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ ભાનુપ્રકાશ પોતાની કારમાં બેસવા જતાં હતા ત્યારે બેહોશ થયા હતા. ત્યાર પછી ભાજપના કાર્યકરો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પાર્થિવ દેહને વતન મુત્તુર મોકલવામાં આવ્યો છે. ભાનુપ્રકાશ RSS કાર્યકર્તા અને રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું

મીડિયાને સંબોધતા કર્ણાટક ભાજપના વડા બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે પક્ષના સિનિયર નેતા ભાનુપ્રકાશના આકસ્મિક નિધનથી ખૂબ દુખી છું. જેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા સખત મહેનત કરી હતી. ભાનુપ્રકાશે તેમના છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું. તેમના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે.

આ દરમ્યાન કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની સરખામણીમાં ઈંધણના ભાવ હજુ પણ ઓછા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button