તરોતાઝા

આજે નિર્જળા એકાદશી: શું તમે ક્યારેય પાણી વગરનો ઉપવાસ કર્યો છે?ન કર્યો હોય તો ટ્રાય કરજો. ફાયદામાં રહેશો

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

આજે જેઠ સુદ અગિયારશને 18 જૂને મુંબઇ-ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં નિર્જળા એકાદશી ધામધૂમથી ઉજવાશે. આ એકાદશી ભીમ અગિયારશના નામે પણ પ્રખ્યાત થઇ છે કારણ કે પાંડુપુત્ર ભીમ જેને પેટ ભરવા માટે ખૂબ ખોરાકની જરૂર પડતી હતી તેણે પણ આવો પાણી વગરનો ઉપવાસ કર્યો હતો.

આના પરથી એટલું તો ફલિત થાય છે
કે નિર્જળા એકાદશીનું મહત્ત્વ અનોખું
છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે વર્ષની 24 એકાદશી ન કરો પણ આજની એકાદશી
કરી શકો તો પણ 24 એકદશી જેટલું જ ફળ મળે છે.

આ તો થઇ ધાર્મિક ફળની વાત પણ આજનું વિજ્ઞાન સુદ્ધાં કહે છે કે પાણી વગરનો ઉપવાસ આપણા શરીર અને મન માટે લાભકારક છે. આ કેવી રીતે તે આપણે હવે જોઇએ.

અંગ્રેજીમાં જેને ડ્રાય ફાસ્ટિંગ કહે છે તેમાં દિવસભર અન્ન અને પાણી વગર રહેવાનું હોય છે. તાજેતરમાં આવા ઉપવાસનું વલણ વધ્યું પણ છે કારણ કે તેના ફાયદા અનેક છે.

પાણી વગરનો ઉપવાસ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જૂના નુકસાનદાયક કોષોને તે દિવસે ખોરાક કે પાણી ન મળતા તેનો નાશ થાય છે. નવા કોષોનું નિર્માણ થાય છે.
શરીરના કોષ નવજીવન પામે ત્યારે એજિંગ પ્રોસેસ પણ ધીમી પડી જાય છે. અકાળે વૃદ્ધાવસ્થા આવતી નથી.

પાણી વગરના ઉપવાસથી શરીરની વધી ગયેલી ચરબી
ઝડપથી બળવા માંડે છે. ફેટ બર્નની આ પ્રક્રિયા વજન
ઘટાડવામાં મદદ કરે છે. પેટની ચરબી ઘટતાં શરીર સુડોળ બને છે.
પાણી વગરના ઉપવાસથી પેટમાંના પાચકરસો મંદ ન
થતાં સક્રિય બને છે. પાચન શક્તિમાં સુધારો થાય છે. ઝડપી બને છે.
ઇન્સ્યુલિનની ક્ષમતા પણ પાણીની ગેરહાજરીમાં વધી જાય છે જે શરીરમાંના ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરી ડાયાબિટીઝ ટાઇપ-ટુનું જોખમ ઘટાડે છે.

પાણી પર નિયંત્રણ આવતાં કિડની પરનો બોજો પણ ઘટે છે. તેની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.
કૅન્સરના વિકસી રહેલા કોષો પાણીની અછત કે ગેરહાજરીમાં ઝડપથી નાશ પામે છે.

પાણી વગરના ઉપવાસની મગજ ઉપર પણ સકારાત્મક અસર
થાય છે. મગજની ક્ષમતા વધે છે.

મગજને નુકસાન કરતા એવા
ફ્રી રેડિકલ્સનું પ્રમાણ ઘટે છે
જેનાથી સ્મરણશક્તિ અને સમજણશક્તિ પર ખરાબ અસર થતી હોય.

માણસ કેટલો વખત પાણી વગર રહી શકે?
એક અભ્યાસ મુજબ જો માણસને ત્રણ દિવસ સુધી પણ પાણી ન મળે તો શરીરને નુકસાન થતું નથી. હા તેનામાં સહનશક્તિ હોવી જોઇએ.
જોકે, 24 કલાકના પાણી વગરના ઉપવાસ શ્રેષ્ઠ પ્રક્રિયા છે.

આટલું પણ ન થાય તો 12 કલાકના પાણી વગરના ઉપવાસ પણ ફાયદાકારક છે. માણસને પાણી વગર ચાલતું નથી, પણ પાણીનો વધુ પડતો વપરાશ પણ શરીરના અનેક કાર્યોમાં વિઘ્ન નાખી શકે છે ત્યારે ક્યારેક ક્યારેક પાણી વગરની એકાદશીથી ફાયદો જ થશે. નુકસાન તો જાણે કશું છે જ નહીં.

માત્ર ભીમે જ નિર્જળા એકાદશી કરી હતી એવું નથી. જૈનો પણ આવા ઉપવાસ વર્ષોથી કરે છે. રાત્રે ચૌવિહાર કરીને પછી બીજે દિવસે સવાર સુધી પાણી પીતા નથી.

મતલબ કે 12 કલાકના ઉપવાસ કરી શકાય છે. મુસ્લિમો પણ રમઝાન મહિનામાં સવારથી સાંજ સુધી ખોરાક કે પાણી વિનાના લગભગ 12 કલાકના રોઝા રાખે છે.

જો 24 કલાકનો પાણી વગરનો ઉપવાસ ભારે પડતો હોય તો 6 કલાક કે 12 કલાકના ઉપવાસથી પણ શરૂઆત કરી શકાય. પશ્ચિમી દેશોને પણ પાણી વગરના ઉપવાસનું મહત્ત્વ જણાયું છે ત્યાંના પોષણશાસ્ત્રીઓ પણ 6 કે 12 કલાકના ઇન્ટરમિટન્ટ ડ્રાય ફાસ્ટિંગની તરફેણ કરે છે.

જે દિવસે ઉપવાસ કરવો હોય તેના આગલા દિવસોમાં પર્યાપ્ત પ્રમાણમાં પાણી કે પ્રવાહી ખોરાક લેવો જોઇએ જેથી ડિહાઇડે્રશનની સમસ્યા ઊભી ન થાય.
તમને પાણી વગરના ઉપવાસ કરવાની ઇચ્છા થાય પણ તમારા શરીરની સ્થિતિ કે તમારી બીમારીની હિસ્ટ્રી બાતાવી, ફેમિલી ડૉક્ટરને પૂછી યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપવાસ કરવા હિતાવહ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button