ઇન્ટરનેશનલ

…તો અમે પણ પરમાણુ બોમ્બ બનાવીશુંઃ સઉદીના પ્રિન્સે આપી ચીમકી

રિયાધઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ)એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તેમનો હરીફ ઈરાન પહેલા પરમાણુ બોમ્બ બનાવશે તો તેઓ પણ પરમાણુ બોમ્બ બનાવશે. જો ઈરાનની પાસે પરમાણુ બોમ્બ હશે તો અમારી પાસે પણ હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

જ્યારે પણ કોઈ દેશ પરમાણુ હથિયારો મેળવે છે ત્યારે અન્ય રાષ્ટ્રોની પણ ચિંતામાં વધારો થાય છે. જોકે, કોઈ પણ દેશે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જો કોઈ પણ દેશ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે છે તો તેને સમગ્ર વિશ્વ સામે યુદ્ધ કરવા સમાન માનવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે હવે દુનિયા બીજું હિરોશિમા જોઈ શકે નહીં. જો વિશ્વ એક લાખ લોકોને મરતા જુએ છે, તો તેનો અર્થ એ નથી કે તમે બાકીના વિશ્વ સાથે યુદ્ધમાં છો.

વર્ષ 2015ની ઈરાન પરમાણુ ડીલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખી હતી. આ પછી વર્ષ 2020માં નવા રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી જો બાઈડેને પણ ઈરાન પરમાણુ કરાર પર ધ્યાન આપ્યું નહોતું, ત્યારબાદ ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને પ્રોત્સાહન આપવાનું શરુ કર્યું હતું અને તેના કારણે આસપાસના દેશોની સ્થિરતા જોખમાઈ હતી. આ પછી 2016માં વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયાએ આગામી બે દાયકામાં 80 અબજ ડોલરના બજેટ સાથે 16 પરમાણુ રિએક્ટર બનાવવાની યોજનાની પણ જાહેરાત કરી હતી.

પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતી વિશે વાત કરી અને કહ્યું હતું કે સંબંધોને સામાન્ય બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઈનનો મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ઉકેલ લાવવાની જરૂર છે. આપણે જોવાનું છે કે આપણે ક્યાં જઈએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તે એવા તબક્કે પહોંચશે જ્યાં પેલેસ્ટાઈનવાસીઓનું જીવન સરળ બનશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની યુએનજીએની બાજુમાં બેઠક અને ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પછી પ્રિન્સે આ નિવેદન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button