Sonakshi weds Zahir: હેં…દીકરીના લગ્નમાં શત્રુધ્ન સિન્હા હાજરી નહીં આપે?
Shatrughna Sinha અને Poonam Sinhaની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આખા બોલીવૂડમાં તો આ ઈવેન્ટ ચર્ચાનો વિષય હશે જ પરંતુ ફેન્સ પર સોનાક્ષીના લગ્ન રીલેટેડ તમામ વાતો જાણવા ઉત્સુક છે. તેવામાં એક ખળભળાટ મચાવી નાખે તેવી વાત બહાર આવી હતી. આમ તો આ એક અટકળ હતી જે અનુસાર પિતા શત્રુધ્ન સિન્હા સોનાક્ષીના લગ્નથી નારાજ છે અને તે લગ્નમાં હાજરી નહીં આપે તેવી વાત વહેતી થઈ હતી.
આ પણ વાંચો: Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?
હવે આ મામલે ફિલ્મ નિર્માતા પહેલાજ નિહલાનીએ વાત કરી છે. હકીકતમાં બન્યું એવું કે સોનાક્ષી બૉયફ્રેન્ડ ઝહીર સાથે લગ્ન કરવાની છે, તેવી વાતો જ્યારે વહેતી થઈ ત્યારે શત્રુધ્ન સિન્હાને પૂછવામાં આવતા તેમણે એમ કહ્યું હતું કે આજકાલના છોકરાઓ લગ્ન મામલે મા-બાપને પૂછતા નહીં, માત્ર જાણ કરે છે. આ વાતે એવી અટકળો ફેલાવી હતી કે દીકરીના લગ્નથી પિતા ખુશ નથી હવે નિહલાનીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ બધી અફવાઓ છો. શત્રુજી પોતાની લાડલીના લગ્નમાં ચોક્કસ આવશે, તે તેમનાથી વધારે સમય નારાજ રહી શકે નહીં.
આ પણ વાંચો: Sonakshi weds Zahir: કપલના ડિજિટલ ઈન્વિટેશન કાર્ડ વિશે ડેઈઝી શાહે શું કહ્યું
તેમણે એમ પણ કહ્યું કે શત્રુધ્નએ 40 વર્ષ પહેલા પોતાની ઈચ્છા પ્રમાણે લગ્ન કર્યા હતા. મેં પણ મારી પત્ની મારી મેળે જ પસંદ કરી છે, પછી સોનાક્ષી માટે આવી વાતો કેમ કરી શકાય.
આ પણ વાંચો: હેં…Sonakshi Sinhaએ પહેલેથી જ લગ્ન કરી લીધા છે? તો પછી 23 જૂને શું થવાનું છે?
સોનાક્ષીએ હજુ સુધી પોતે 23મી જૂને પરણી રહી છે તે જાહેર કર્યું નથી, પરંતુ તેમના વેડિંગ ઈન્વિટેશન વાયરલ થયા છો તો મહેમાનોનું લીસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે,.
બન્ને સાદાઈથી લગ્ન કરવાના છે અને ખૂબ જ નજીકના લોકોને જ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.