નેશનલ

30 દિવસમાં રૂ. 35 લાખની ખાંડ ચાંઉ કરી ગયા વાંદરા!, ઓડિટમાં ખુલાસા બાદ FIR

ઉત્તર પ્રદેશના અલીગઢ સુગર મિલમાં 30 દિવસમાં 35 લાખ રૂપિયાની ખાંડના કૌભાંડનો મામલો જાણવા મળ્યો છે. મિલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે લગભગ 35 લાખ રૂપિયાની ખાંડ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને વાંદરાઓ ખાઇ ગયા હતા. આ સુગર મિલ 26 મહિનાથી બંધ છે. આ મામલામાં વેરહાઉસ કીપર સહિત બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સરકારી સ્તરે રચાયેલી સમિતિએ સમગ્ર મામલાની તપાસ કરી હતી. અલીગઢની સુગર મિલમાં ખાંડ કૌભાંડનો અજબ મામલો જાણવા મળ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વાંદરાઓ 30 દિવસમાં 35 લાખ રૂપિયાની 1100 ક્વિન્ટલ ખાંડ ખાઇ ગયા છે. કમિટીના રિપોર્ટના આધારે ફેક્ટરી મેનેજર દ્વારા સુગર વેરહાઉસ કીપર અને સુગર વેરહાઉસ કીપર વિરુદ્ધ જવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

વાંદરાઓ 30 દિવસમાં લગભગ 35 લાખ રૂપિયાની 1100 ક્વિન્ટલ ખાંડ ખાઈ ગયા હોવાના આરોપો છે. આ આક્ષેપો થયા બાદ તપાસ કરવા આવેલી ટીમે તેને સદંતર ફગાવી દીધી છે, જ્યારે સુગર મિલના અધિકારીઓનો દાવો છે કે મિલમાં વાંદરાઓનો ઘણો આતંક છે. ખાંડ મિલમાં એક મહિના સુધી મોટી સંખ્યામાં વાંદરાઓએ હાહાકાર મચાવ્યો હતો અને 1100 ક્વિન્ટલ ખાંડનો નાશ કર્યો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં વાંદરાઓ સુગર મીલમાં આવીને આટલી ખાંડનો નાશ કરે છે અને તોય સુગર મિલના અધિકારીઓ નિષ્ક્રિય રહે છે?

આ પણ વાંચો : ખાંડ મોંઘી થશે: સરકાર એમએસપી વધારવાની વેતરણમાં

ઑડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2024માં કંપનીમાં ખાંડનો સ્ટોક 1538.37 ક્વિન્ટલ હતો. માર્ચ મહિનામાં ફેક્ટરીનો સુગર સ્ટોક ઘટીને 401.37 ક્વિન્ટલ થયો હતો. ઓડિટ રિપોર્ટ અનુસાર વાંદરાઓ અને વરસાદના કારણે 1137 ક્વિન્ટલ સફેદ ખાંડ બગડી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, માર્ચ 2024માં સુગરનો બાકીનો સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન માટે મળ્યો નથી, અને એનો વેરહાઉસ કીપર દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ મામલે બનેલી કમિટીએ ઈન્ચાર્જ સુગર વેરહાઉસ કીપર મહિપાલ સિંહ, ડી-5, રેસિડેન્શિયલ કોલોની, સુગર મિલ સાથ અને સુગર વેરહાઉસ કીપર ગુલાબ સિંહ રહેવાસી ગામ નવીનગર, ખેર બાયપાસ રોડ પાસેથી ખુલાસો માંગ્યો હતો. પોલીસ તપાસ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button