મનોરંજન

Bollywood: Diljit-Dosanjhના પહેલા પ્રેમ વિશે જાણો છો?

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે 2024 ખૂબ જ ખાસ રહ્યું છે. તેની Chamkila ફિલ્મની પ્રશંસા હજુ સુધી થાય છે, તો આ સાથે ક્રુ ફિલ્મમાં પણ તેનું કામ વખાણવામાં આવ્યું છે. દિલજીત સારો અભિનેતા અને ગાયક છે. ફરી તે જટ એન્ડ જુલિયટમાં દેખાશે. ત્યારે દલજિતે પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરી છે.

ગાયક છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ અને તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. દિલજીતના લગ્નને મામલે પણ ઘણી વાતો બહાર આવતી હોય છે, પણ દલિજત પોતાના અફેર વિશે કે પર્સનલ લાઈફ વિશે ખાસ કોઈ વાત કરતો નથી.

આ પણ વાંચો : Diljit Dosanjh: દિલજીત દોસાંજ પરણેલો છે અને એક દીકરો પણ છે, કોણે કર્યો આવો દાવો?

તાજેતરમાં એવી અફવાઓ હતી કે તેઓ પરિણીત છે અને એક બાળક છે. દિલજીત આ અફવાઓથી પરેશાન થતો નથી. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરી. હવે તમને એ છોકરીનું નામ જાણવાની તાલાવેલી લાગી હશે, પણ સૉરી, દિલજીતનો પહેલો પ્રેમ બીજો કોઈ નથી તે પોતે જ છે. દિલજીત કહે છે કે હું મારી જાતને પાગલોની જેમ પ્રેમ કરું છું. હું માનું છું કે માણસે પહેલા પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ ને પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
ચમકીલા બાદ કિંગ ખાને દિલજીત પર પ્રશંસાના ફૂલો વેર્યા હતા ત્યારે દિલજીતે પણ શાહરૂખના વખાણ કર્યા છે. શાહરૂખ ખાનના વખાણ કરતા ગાયકે કહ્યું કે તે એક સારો વ્યક્તિ છે અને તેથી જ તે આટલો મોટી બ્રાન્ડ છે. ભારત બહારના લોકો દેશને શાહરૂખ સાથે જોડે છે જે મોટી વાત છે.

દિલજીતની ફિલ્મ 27મીએ રિલિઝ થવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button