T20 World Cup 2024સ્પોર્ટસ

Hardik Pandya with son Agastya : હાર્દિકે પુત્ર સાથેનો વીડિયો શૅર કર્યો, પણ એમાં પત્નીની ઝલક નથી

ન્યૂ યોર્ક: હાર્દિક પંડ્યા આઈપીએલની નિરાશા બાદ થોડા દિવસ માટે વડોદરા પરિવાર પાસે ગયો અને પછી ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા ટીમ સાથે જોડાઈ ગયો હતો. પત્ની નતાશા સ્ટેનકોવિચ સાથેના ડિવોર્સની અફવા બાબતમાં હાર્દિકે અમેરિકા જતાં પહેલાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહોતી આપી અને એ પ્રકરણ ઠંડુ પડી ગયું હતું. જોકે રવિવારે ‘ફાધર્સ ડે’ નિમિત્તે હાર્દિકે પુત્ર અગસ્ત્ય સાથેનો જે વીડિયો શૅર કર્યો એના પરથી ફરી અટકળ શરૂ થઈ જશે એવું કહી શકાય.

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પુત્ર સાથેનો ક્યૂટ વીડિયો શૅર કર્યો હતો, પરંતુ એમાં પત્ની નતાશાની ઝલક નહોતી જોવા મળી. જોકે એ વીડિયોમાં હાર્દિકનું અગસ્ત્ય સાથેનું જબરદસ્ત બૉન્ડિંગ નજરે પડતું હતું. હાર્દિકે પુત્ર અગસ્ત્ય સાથેની જૂની વીડિયો ક્લિપ શૅર કરી છે, પરંતુ પત્ની નતાશા સાથેની કોઈ ક્લિપ નથી. માત્ર નતાશા સાથેના જૂના પિક્ચર્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાર્દિકે ‘ફાધર્સ ડે’ નિમિત્તે સદગત પિતા હિમાંશુભાઈની તસવીર પણ ઇન્સ્ટા પર શૅર કરી હતી.

Read This…Hardik Pandya-Natasha Stankovicના સંબંધોમાં પડ્યું ભંગાણ? નતાશાએ લીધું આ પગલું…

હાર્દિકે પુત્ર અગસ્ત્ય સાથેની એક વીડિયો ક્લિપની કેપ્શનમાં લખ્યું હતું ‘મારા જીવનમાં આટલા બધા ખુશી અને પ્રેમ લાવવા બદલ ખૂબ આભાર. હું તને હૃદયપૂર્વક પ્રેમ કરું છું અને હંમેશા ગર્વિષ્ઠ પિતા બની રહીશ.’

નતાશા સ્ટેનકોવિચ સર્બીયાની એક્ટ્રેસ અને મોડેલ છે. હાર્દિકે નતાશા સાથે ફેબ્રુઆરી, 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. એ વખતે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન ચાલુ હતું અને એ જ અરસામાં બંનેએ લગ્ન કર્યા હતા. પાંચ મહિના પછી નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો.

હાર્દિક આઈપીએલ કરતાં વર્લ્ડ કપમાં કેપ્ટ્ન્સીના બોજ વગર સારુ પર્ફોર્મ કરી રહ્યો છે. ભારતને સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચાડવામાં હાર્દિકનું મોટું યોગદાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button