આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Bharuch ના અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ઘરપકડ

ભરૂચ : ગુજરાતના ભરૂચ(Bharuch)જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવી પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી. જેથી પોલીસે મૌલવીની ધરપકડ કરી મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડોવણી હોવાના કારણે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવું કૃત્ય

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઇ કુરબાનીનો તરીકે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી હતી. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવું કૃત્ય હતું. જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડે પોતાના મોબાઈલમાંથી કર્યો હોવાનું ફલિત થયું હતું.

આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલા

તેથી મોલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ મૂકી હતી. પરંતુ બકરા ઇદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર મોલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ વિવિધ આઈપીસીની કલમ તથા સાઈબર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ કરતા ઝડપાયેલા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલો હતો. પોલીસે અત્યારે મૌલવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button