નેશનલ

Weather: ઉત્તર પ્રદેશમાં ગરમીથી 33 લોકોના મોત, બિહારમાં 128 વર્ષનો રેકોર્ડ તૂટયો

નવી દિલ્હી : દેશમાં બદલાતા હવામાન(Weather)વચ્ચે ઉત્તર ભારતમાં ગરમીનો પારો હજુ પણ  યથાવત છે. જેમાં તાપમાન દરરોજ રેકોર્ડ તોડી રહ્યું છે. ઉત્તર ભારત અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રીની પાર પહોંચી ગયું છે. યુપીમાં ગરમીના કારણે 33 લોકોના મોત થયા છે. ડૉક્ટરો સવારે 10 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. હવામાન વિભાગના(IMD)જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત 30 જૂનની આસપાસ થવાની સંભાવના છે.

બુંદેલખંડમાં 20 લોકોના મોત થયા

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ ગરમીની સૌથી વધુ અસર થઈ છે. જયા ગરમીએ  33થી વધુ લોકોના જીવ લીધા છે. જેમાં શનિવારે માત્ર કાનપુર અને બુંદેલખંડમાં 20 લોકોના મોત થયા હતા. તાપમાનની વાત કરીએ તો કાનપુરમાં 46.3 ડિગ્રી, હમીરપુરમાં 46.2 ડિગ્રી, ઝાંસીમાં 46.1 ડિગ્રી, વારાણસીમાં 46 ડિગ્રી, પ્રયાગરાજમાં 46 ડિગ્રી અને આગ્રામાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બિહાર પણ ઇતિહાસમાં સૌથી ખરાબ ગરમીનો સામનો કરી રહ્યું છે. પટનામાં ગરમીનો પ્રકોપ એવો છે કે લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. સવારે 10 વાગ્યાની સાથે જ રસ્તાઓ પર કર્ફ્યુ લાગી જાય છે. દેશની રાજધાની દિલ્હીને બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ગરમીનો ત્રાસ છે તો બીજી તરફ પાણીની તંગી છે. દિલ્હીની સ્થિતિ એવી છે કે આ કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની શોધમાં અનેક કિલોમીટર દૂર જવું પડે છે અને પછી પણ પાણી મળતું નથી.

બીજી તરફ દિલ્હીમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમી અને હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે ગરમીમાંથી રાહત મળવાની હાલ કોઇ આશા નથી. માત્ર ચોમાસું જ દિલ્હીને આ કાળઝાળ ગરમીથી બચાવી શકે છે. પરંતુ 30 જૂન પહેલા તેમના આગમનની કોઈ શક્યતા નથી.

ચોમાસું ક્યારે આવશે?

IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે, દિલ્હીમાં ચોમાસું આવવાનો સમય 30 જૂનની આસપાસ છે. ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ સીધું હાલમાં આગળ વધતું નથી , ચોમાસું બંગાળની ખાડીમાંથી દક્ષિણ ગુજરાત, ઉત્તર પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ઓડિશા, વિજયનગર થઈને ઈસ્લામપુર તરફ આગળ વધી રહ્યું છે.આશા છે કે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સ્થિતિ સર્જાશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button