મરણ નોંધ

હિન્દુ મરણ

ચિત્તળવાળા હાલ વિલેપાર્લે, સ્વ. જયાબેન અને માધવલાલ (માધુમામા) મોદીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૧) ૧૪-૬-૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે હિનાબેનના પતિ. શાનુપ અને વિરાજના પિતા. વામાક્ષી અને મેઘનાના સસરા. ધનબીર અને રુહીના દાદા. પ્રવીણભાઈ, સ્વ. કિશોરભાઈ, સુનિલભાઈ, તરુલતા શશિકાંત મહેતા, રક્ષા સુધીર શેઠ અને મીતા મુકુલ જંગલાના ભાઈ. સ્વ. મંગળાબેન મનમોહનદાસ કાણકીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર ૧૭-૬-૨૪, સાંજે ૫થી૭. સ્થળ: મંડપમ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, ઈસ્કોન જુહુ, વિલેપાર્લે (વેસ્ટ).

અ.સૌ. પુનિતા સંજય કમાણી (ઉં. વ. ૪૯) કચ્છ ગામ ગુવર, હાલે મુલુંડ ૧૫-૬-૨૪ શનિવારના રામશરણ પામેલ છે. તે નર્મદા ચાપસી ઠક્કરના પુત્રવધૂ. સંજય ચાપસી કમાણીના ધર્મપત્ની. દીપક ઠક્કરના નાના ભાઈના પત્ની. દક્ષા અતુલ કતીરા, જાગૃતિ સમીર ઘોલપના ભાભી. મહેકના માતુશ્રી. અ.સૌ. મંજુલાબેન અરુણભાઈ જેઠાલાલ ચોથાણી, ગામ નરેડીના પુત્રી. ભારતી દીપક ચંદે, બીજલ યોગેન મજેઠીયા, સંજયના બહેન. પ્રાર્થનાસભા સોમવાર ૧૭-૬-૨૪ના સાંજના ૫.૩૦થી ૭ વાગ્યા સુધી. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે દિવસે જ આવી જવું. વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઈન્ડિયા, ડી૨, પરમેશ્ર્વરી સેન્ટર, પહેલો માળ, ફેડએક્સ કુરીયરની ઉપર, નંદનવન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સામે. મદન માલવિયા રોડની બાજુમાં, મુલુંડ (પશ્ર્ચિમ).

ગામ ટાણા તા. સિહોર જિ. ભાવનગર, કુમારી ટિ્ંવકલ (ઉં. વ. ૧૬) શનિવાર, તા. ૧૫-૬૦ ૨૪ના રામશરણ પામેલ છે. ધુડીબેન (શાંતાબેન) અને માલજી બધાભાઇ ભોજની પૌત્રી. ગીતાબેન અને હેમંત ભોજની દીકરી. સ્વ. ધીરજ, સ્વ. કિશોર, નરેશ, મંજુલાબેન રમેશ ચૌહાણા, પ્રીતીબેન હરીશ ચોહાણની ભત્રીજી. સેજલ, સ્નેહલ, ક્રિષ્ણા, લકી, આદિ, હિમાંશુ, પલક, ભૂમિ, ડોલી, આશું, સિદ્ધિ, રાહુલ, ડોલી, સ્ટેન્લીની અને વરુણના બેન. જતીન, ગિરીશ, પ્રથમેશના સાળી. પ્રાર્થનાસભા તા. ૧૭-૬- ૨૪ના સાંજે ૪.૦૦. ઠે. જેતવન સામાજિક પ્રતિષ્ઠાન, માલા ગાર્ડન, પ્રતિક્ષાનગર, સાયન, મુંબઇ-૪૦૦૦૨૨.

ડિંડું મહેશ્ર્વરી વણિક
ગં. સ્વ. બકુલબેન જયેશ કાપડિયા (ઉં. વ. ૮૪) તા. ૧૫-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. લીલાવતી સન્મુખલાલ કાપડિયાના પુત્રવધૂ. ગં. સ્વ. વિમળાબેન દ્વારકાદાસ મણિયારની સુપુત્રી. ઉપેન્દ્ર કાપડિયાની ભાભી. ગં. સ્વ. પ્રતિભાની દેરાણી. સંજય, સુરભીના કાકી. અર્ચનાની કાકીસાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ નવી મુંબઇ સ્વ. ભગવતીબેન દલપતરામ ગણાત્રાના સુપુત્ર હસમુખભાઇ દલપતરામ ગણાત્રા તે જયશ્રીબેનના પતિ. તે સુનિલભાઇ તથા ચેતનભાઇના પિતા. તે સોનલબેન તથા ધારાબેનના સસરા. તે સ્વ. મહેશભાઇ, સ્વ. હરેશભાઇ, દિપકભાઇ, સતીષભાઇ, સ્વ. રાજેશભાઇ, નીલમબેન બીપીનચંદ્ર રૂપારેલિયા તથા રશ્મિબેન જયંતીલાલ તન્નાના ભાઇ. તે સ્વ. જગજીવન કાનજી ભોજાણીના જમાઇ. શનિવાર જૂન ૧૫, ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર જૂન ૧૭, ૨૪ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, પ્લોટ ૧૪, કોપર ખૈરણે, નવી મુંબઇ-૪૦૦૭૦૯ ખાતે રાખેલ છે.

હાલાઇ લોહાણા
વેરાડ નિવાસી હાલ પૂના ધનસુખલાલ તે સ્વ. હિરજી કાલીદાસ હિન્ડોચાના પુત્ર બુધવાર, તા. ૧૨ જૂનના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. ચંદાબેન હિન્ડોચાના પતિ. અભય અને અમીતના પિતાશ્રી. તે મહુઆ, લુમ્બીનીના સસરા. તે સ્વ. ગોકલદાસ, મણીલાલ, ભુપતભાઇ, વિજયાબેન માગેચા, મંજુબેન સવજાણી અને ઉર્મિલાબેન પોપટના ભાઇ. તે સ્વ. સૂર્યકાંત હરીદાસ ઠક્કરના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. તુલીપ ૪૦૪, બ્લોસમ એન્ડ સ્પ્રિંગ સોસાયટી રીર્ઝન્ટ પ્લાઝાની સામે, બાનેર પાશન લિંક રોડ, પાશન, પુણે મહારાષ્ટ્ર.

કચ્છી લોહાણા
ગં. સ્વ. નિર્મલાબેન રમેશભાઇ સચદે ગામ ગઢશીસાવાળા હાલ મુલુંડના પુત્ર અનિષ (ઉં. વ.૫૮) તા. ૧૫-૬-૨૪ના રામશરણ પામેલ છે. તે લીનાબેનના પતિ. તે દમયંતીબેન ભાઇલાલ મોરારજી પલણના જમાઇ. તે નિયતીના પિતાશ્રી. તે જયોતિ કિરણ સોનેતાના ભાઇ. તે સુષમા તરુણભાઇ અને દર્શના કેલાસના બનેવી. તે ડિમ્પી નિખિલ સોનેતા અને અક્ષયા ભાવિક સોનેતાના મામા. પ્રાર્થનાસભા તા. ૧૮-૬-૨૪ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), ગ્રાઉન્ડ ફલોર રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.

લેઉઆ પાટીદાર
ગામ મોગરી-આણંદ નિવાસી હાલ મલાડ-વેસ્ટ મુંબઈના કાન્તીલાલ હરમાનભાઈ પટેલ શનિવાર તા. ૧૫ જૂન ૨૦૨૪ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓનું બેસણું સોમવાર તા. ૧૭-૬-૨૦૨૪ના, ૬.૦૦ થી ૮.૦૦ કલાકે, સ્થળ- મલાડ કપોળ બેન્કવેટ હોલ, કાચપાડા, મલાડ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૪ ખાતે રાખેલ છે.

કચ્છી લોહાણા
મૂળગામ ભુજ નિવાસી હાલ મુલુંડ સ્વ. રસિકલાલ રવજી કોટેચાના ધર્મપત્ની ગ.સ. વિધાબેન (ઉં. વ. ૯૧) તે ૧૫/૬/૨૪ના શનિવાર શ્રીજીશરણ પામેલ છે. તે પિતિબેન, ક્રિતીબેનના માતુશ્રી તથા તૃપ્તીના નાનીમાની પ્રાર્થના સભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
વેરાડ નિવાસી હાલ પુના, ધનસુખલાલ, તે સ્વ.હિરજી કાલીદાસ હિન્ડોચાના પુત્ર બુધવાર તા. ૧૨ જૂનના શ્રીજીચરણ પામેલ છે. તે ગં.સ્વ. ચંદાબેન હિન્ડોચાના પતિ. અને અભય અને અમીતના પિતાશ્રી. મહુઆ તથા લુમ્બીનીના સસરા. સ્વ. ગોકલદાસ, મણીલાલ, ભુપતભાઈ તથા વિજયાબેન માગેચા, મંજુબેન સવજાણી અને ઉર્મીલાબેન પોપટના ભાઈ અને સ્વ. સૂર્યકાંત હરીદાસ ઠક્કરના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન-તુલીપ ૪૦૪, બ્લોસમ એન્ડ સ્પ્રિંગ સોસાયટી, રીર્ઝન્ટ પ્લાઝાની સામે, બાનેર પાશન લિંક રોડ, પાશન, પુને, મહારાષ્ટ્ર.

કચ્છ કડવા પાટીદાર
સ્વ. પરસોતમ ધનજી જબુઆણી, (દોલતપર-થાણા), (ઉં. વ. ૭૫) તે તા. ૧૫-૬-૨૪ને શનિવારે રામશરણ પામેલ છે. જે સ્વ.ગાંગુબેન ધનજીભાઈ પુંજાભાઈ જબુઆણીના પુત્ર. જે સવિતાબેનના પતિ. જે મનીષભાઈ, અલકાબેન, ભાવનાબેન અને હેમલભાઈના પિતાશ્રી. કુ. અંજલી, કુ. વિધીના દાદા. વીરજીભાઈ, સ્વ. શિવદાસભાઈ, માવજીભાઈ, ખરાશંકરભાઈ અને ભવનજીભાઈના ભાઈ. મીનાબેન, હરેશભાઈ અને નિતીનભાઈના સસરા. પ્રાર્થના સભા તા. ૧૮-૬-૨૦૨૪ને મંગળવારે, ૪.૦૦ થી ૫.૩૦ રાખવામાં આવેલ છે. શ્રી કચ્છ કડવા પાટીદાર હોલ, લેવીનો કપુર કમ્પાઉન્ડ, કેસર મિલ, થાણા-વેસ્ટમાં રાખવામાં આવેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા
મોટા લીલીયા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ સવિતાબેન ભરડવા (ઉમર:૮૪) તે સ્વ. વલ્લભદાસ ભરડવાના ધર્મપત્ની, સ્વ. નંદુબેન કાનજીભાઈ ભરડવાના પુત્રવધુ, સ્વ. ઉજીબેન નાનજીભાઈ ટાંક ગાવડકાના દીકરી, ગિરીશ તથા પંકજના માતુશ્રી, રસીલાબેન તથા મમતાબેન ના સાસુ. તે ૧૩/૬/૨૪ ના રોજ શ્રીજી શરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૪ ના ૫ થી ૭ કલાકે ગુર્જર ક્ષત્રિય કડિયા મહાજનવાડી, મામલતદાર વાડી રોડ ૩, મલાડ વેસ્ટ રાખેલ છે.

પરજીયા સોની
મહુવા વાળા હાલ મલાડ નિવાસી સ્વ.રમણિકલાલ આત્મારામભાઈ મહાજન (સાગર) ના ધર્મપત્ની ગ.સ્વ. મુકતાબેન ઉ.વ. ૮૮, તા.૧૧-૦૬-૨૦૨૪ મંગળવારના અક્ષર નિવાસી થયેલ છે. તેઓ અરુણાબેન નરેન્દ્રકુમાર જગડા તથા જયશ્રીબેન સુરેશકુમાર થડેશ્ર્વરના માતુશ્રી, ભરતભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.દિલીપભાઈ, સ્વ. પ્રવિણભાઈ ના કાકીશ્રી, ભાવનગરવાળા સ્વ. મોહનભાઈ નાનજીભાઈ ધાણક, સ્વ. અમૃતલાલ નાનજીભાઈ ધાણક, સ્વ. પદ્માબેન ચુનીલાલ જગડા, સ્વ. રમાબેન અમૃતલાલ સાગર, સ્વ. કાન્તાબેન બાબુલાલ થડેશ્ર્વરના બેન. પ્રાર્થનાસભા તા.૧૭-૦૬-૨૦૨૪ ના સોમવારે સાંજે ૫ થી ૬ સોનીવાડી શિપોલી ક્રોસ રોડ બોરિવલી (પશ્ર્ચિમ).

લુણવાડા વિસનગરા નાગર બ્રાહ્મણ
ગં.સ્વ રસીલાબેન અંબાપ્રસાદ ભટ્ટ (ઉં.વ.૮૫) તે ૧૪/૬/૨૪ ના રોજ હાટકેશ શરણ પામેલ છે. તે મહેશ, જયેશ, દિપકના માતુશ્રી, જાગૃતિબેનના સાસુ, સ્વ. અંબાપ્રસાદના ધર્મપત્ની, તેમનું ૯માનું ઉઠમણુ તા ૨૨/૬/૨૪ ના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્લોટ નં ૪૭, ગોરાઈ સિદ્ધાર્થ બિલ્ડીંગ ફ્લેટ નં ૪૦૧, ગોરાઈ ૨, બોરીવલી વેસ્ટ, ઉત્તરક્રિયા મુંબઈ મુકામે રાખેલ છે

પરજીયા સોની
મૂળ ગામ દાઠા નિવાસી હાલ અંધેરી સ્વ. સોની રતિલાલ શામજીભાઈ સુરૂના સુપુત્ર રજનીકાંત (સોની) (ઉં.વ.૭૪) તે ૧૪/૬/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઇલાબેનના પતિ, જયદીપભાઈ, દક્ષાબેન ધર્મેશકુમાર સાગર, જીજ્ઞાબેન રાકેશકુમાર થડેશ્ર્વર, મેઘાબેન નિખિલકુમાર મીરાણીના પિતા, સ્વ. અનંતરાય શામજીભાઈ સાગર મહુવાના જમાઈ, જીજ્ઞાબેનના સસરા. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૪ ના રોજ ૪ થી ૫.૩૦ કલાકે સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી લોહાણા
મૂળ ગામ સાવરકુંડલા હાલ કાંદિવલી મુંબઈ ગં. સ્વ. વિમળાબેન રતિલાલ કારીયા (ઉં. વ.૮૭) તે સ્વ.રતિલાલ શ્યામજી કારીયાના ધર્મપત્ની તથા સ્વ. ગીરધરલાલ ભવાનજી સવાણીની દીકરી તા.૧૫/૦૬/૨૪ શનિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત