ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
બદરીનાથ ઉત્તર પ્રદેશ
રામેશ્ર્વરમ જમ્મુ – કાશ્મીર
કાશી વિશ્ર્વનાથ રાજસ્થાન
અમરનાથ તમિલનાડુ
બ્રહ્માજી મંદિર ઉત્તરાખંડ

ઓળખાણ પડી?
દુનિયાના સૌથી વિશાળ મંદિરની ખ્યાતિ ધરાવતું એંગકોર વાટ મંદિર કયા દેશમાં આવ્યું છે? ૧૨મી સદીમાં બંધાયેલું આ મંદિર ૪૦૨ એકરમાં પથરાયેલું છે.
અ) થાઈલેન્ડ બ) સિંગાપોર ક) કંબોડિયા ડ) મોંગોલિયા

ગુજરાત મોરી મોરી રે
જાણીતા ભજનમાં ખૂટતો શબ્દ જણાવો.
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી,
હે સંકટને ———– તારી કરુણાનો કોઈ પાર નથી.
અ) ભગાવનારા બ) કરનારા
ક) વિસરનારા ડ) હરનારા

માતૃભાષાની મહેક
ફળ એટલે વનસ્પતિની ઉપજ એ અર્થ ઉપરાંત ઉત્પન્ન, ઉત્પાદન એવા પણ એના અર્થ થાય છે. આ સિવાય પરિણામ, અંત એ અર્થ પણ જાણીતા છે. ગાંધીજીએ લખ્યું છે કે જેવું ફળ જોઈતું હોય તેવું સાધન રાખો, એ સૂત્રને હું અક્ષરશ: માનવાવાળો છું. મને લાગે છે કે, ધ્યેય શુભ હોય તો તેને પહોંચવાને ગમે તેવું સાધન ચાલે.

ઈર્શાદ
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.
— માધવ રામાનુજ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘હૈયાની હુતાશનને બસ હૈયામાં સંઘરીએ’ પંક્તિમાં હુતાશન શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) હોંશ બ) અગ્નિ ક) ઈચ્છા ડ) પીડા

માઈન્ડ ગેમ
નવા વર્ષ નિમિત્તે ઉજાણીના ભાગરૂપે બાળકોને લાલ રંગના એન્વલપમાં પૈસા મૂકી આપવાનો રિવાજ કયા દેશમાં જોવા મળે છે??
અ) જાપાન બ) ચીન ક) ઈન્ડોનેશિયા ડ) નેપાળ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
હિન્દુ મંદિર
જૈન દેરાસર
શીખ ગુરુદ્વારા
ખ્રિસ્તી દેવળ
યહૂદી સિનેગોગ

ગુજરાત મોરી મોરી રે
કપીસ

ઓળખાણ પડી?
બલરામ

માઈન્ડ ગેમ
સંથારો

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
છાસ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મૂલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૩) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button