T20 World Cup :હવે બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં: આ રહ્યું સુપર-એઇટનું ટાઇમટેબલ
બ્રિજટાઉન: સંયુક્તપણે આયોજિત ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાનું યજમાનપદ હવે પૂરું થયું અને હવે સોમવારથી 29મી જૂનની ફાઇનલ સુધીની તમામ મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. સુપર-એઇટ રાઉન્ડ 19મી જૂને શરૂ થશે અને એમાં કઈ ટીમ કોની સામે રમશે એ મોટા ભાગે નક્કી થઈ ગયું છે.
સુપર-એઇટમાં જે આઠ ટીમો છે એને ચાર-ચારના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપમાં જ દરેક ટીમ એકમેક સામે એક-એક મૅચ રમશે અને બન્ને ગ્રૂપની મોખરાની બે-બે ટીમ 27મી જૂને શરૂ થનારી સેમિ ફાઇનલમાં પહોંચશે.
સોમવાર, 17મી જૂને બાંગલાદેશનું ભાવિ નેપાળ સામેની મૅચ (ભારતીય સમય અનુસાર સવારે 5.00 વાગ્યાથી) નક્કી થશે. એ પછી સોમવારે જ નેધરલૅન્ડ્સનું ભાવિ શ્રીલંકા સામેના મુકાબલા (સવારે 6.00 વાગ્યાથી)માં નક્કી થઈ જશે. ત્યાર બાદ સોમવારની ન્યૂ ઝીલૅન્ડ અને પીએનજી વચ્ચેની મૅચ (રાત્રે 8.00 વાગ્યાથી) અને મંગળવારની વેસ્ટ ઇન્ડિઝ-અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ (સવારે 6.00 વાગ્યાથી) માત્ર ઔપચારિકતા માટેની જ છે.
સુપર-એઇટના ગ્રૂપ-1માં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન તેમ જ બાંગલાદેશ/નેધરલૅન્ડ્સમાંથી કોઈ એક ટીમનો સમાવેશ છે. ગ્રૂપ-2માં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લૅન્ડ અને અમેરિકા છે.
અહીં સમયપત્રકમાં તમામ મૅચની વિગત સાથે ભારતીય સમય દર્શાવવામાં આવ્યો છે.
સુપર-એઇટનું ટાઇમટેબલ
ગ્રૂપ-1
20 જૂન: ભારત વિરુધ્ધ અફઘાનિસ્તાન, બ્રિજટાઉન, રાત્રે 8.00 વાગ્યાથી
21 જૂન: ઑસ્ટ્રેલિયા વિરુધ્ધ ડી-2, ઍન્ટિગા, સવારે 6.00 વાગ્યાથી
22 જૂન: ભારત વિરુધ્ધ ડી-2, ઍન્ટિગા, રાત્રે 8.00 વાગ્યાથી
23 જૂન: અફઘાનિસ્તાન વિરુધ્ધ ઑસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6.00 વાગ્યાથી
24 જૂન: ભારત વિરુધ્ધ ઑસ્ટ્રેલિયા, સેન્ટ લ્યૂસિયા, રાત્રે 8.00 વાગ્યાથી
25 જૂન: અફઘાનિસ્તાન વિરુધ્ધ ડી-2, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6.00 વાગ્યાથી
ગ્રૂપ-2
19 જૂન: અમેરિકા વિરુધ્ધ સાઉથ આફ્રિકા, ઍન્ટિગા, રાત્રે 8.00 વાગ્યાથી
20 જૂન: ઇંગ્લૅન્ડ વિરુધ્ધ વેસ્ટ ઇન્ડિઝ, સેન્ટ લ્યૂસિયા, સવારે 6.00 વાગ્યાથી
21 જૂન: ઇંગ્લૅન્ડ વિરુધ્ધ સાઉથ આફ્રિકા, સેન્ટ લ્યૂસિયા, રાત્રે 8.00 વાગ્યાથી
22 જૂન: અમેરિકા વિરુધ્ધ વેસ્ટ ઇન્ડિઝ, બ્રિજટાઉન, સવારે 6.00 વાગ્યાથી
23 જૂન: અમેરિકા વિરધ્ધ ઇંગ્લૅન્ડ, બ્રિજટાઉન, રાત્રે 8.00 વાગ્યાથી
24 જૂન: વેસ્ટ ઇન્ડિઝ વિરુધ્ધ સાઉથ આફ્રિકા, ઍન્ટિગા, સવારે 6.00 વાગ્યાથી