હેં આ શું? લગ્ન પહેલાં જ થઈ ગઈ દુલ્હન Sonakshi Sinhaની વિદાઈ? સાસરિયે પહોંચી અને…
બોલીવૂડ એક્ટ્રેસ અને દબંગ ગર્લના હુલામણા નામે ફેમસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) હાલમાં તેની પર્સનલ લાઈફ અને તેમાં પણ ખાસ કરીને લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લગ્નના એક અઠવાડિયા પહેલાં જ સાસરિયે પહોંચી ગઈ હતી અને ત્યાંથી તેણે કેટલાક ફોટો શેર કર્યા હતા. એક્ટ્રેસ 23મી જૂનના તેના બોયફ્રેન્ડ ઈકબાલ ઝહિર (Iqbal Zahir) સાથે લગ્ન કરી રહી છે. બંને જણ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
સોનાક્ષી લગ્ન પહેલાં જ પોતાના સાસરે પહોંચી ગઈ છે અને હાલમાં તે પોતાના સાસરિયાવાળા લોકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહી છે અને આ વાત સોનાક્ષીની નણંદ સનમ રતનસી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટો પરથી સ્પષ્ટ થઈ રહી છે. સનમ રતનસીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં સોનાક્ષી પોતાના સસરા ઈકબાલ રતનસી સાથે પોઝ આપી રહી છે. આ ફોટોમાં ઝહિરની મમ્મી, તેનો ભાઈ અને બહેન પણ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં આ ફોટો જોઈને યુઝર્સને એકદમ હમ સાથ સાથ હૈવાળી ફિલિંગ આવી રહી છે.
પોસ્ટ કરેલા ફોટોમાં સોનાક્ષીનો પોતાના ઈન લોઝ સાથેનો એક સ્પેશિયલ બોન્ડ જોવા મળી રહ્યો છે અને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ સિવાય સનમે પિતા સાથેનો એક ફોટો શેર કરીને ફાર્ધર્સ ડેની શુભેચ્છાઓ પણ આપી હતી. સનમ એક સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ છે અને હાલમાં જ આવેલી વેબ સિરીઝ હીરામંડીમાં તેણે અનેક એક્ટ્રેસના લૂકને સ્ટાઈલ કર્યો હતો. સનમ ઝહિરની બહેન છે અને એનો નાનો ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે જ્યારે ઝહિરના પિતા એક સોની છે અને બિઝનેસમેન પણ છે.
હાલમાં જ કપલનું વેડિંગ કાર્ડ વાઈરલ થયું હતું જેમાં બંને જણ પોતાની સાત વર્ષની રિલેશનશિપને લઈને ચાલી રહેલી રુમર્સને કન્ફર્મ કરી હતી. ઝહિરના પરિવારમાં ભલે આ લગ્નને લઈને હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હોય, પણ સિન્હા પરિવારમાં હાલ પૂરતું તો એવું કંઈ દેખાતું નથી એ કારણે પણ ઈન્ડસ્ટ્રીમાં જાત-જાતની વાતો ચાલી રહી છે.