આ છે Kareena Kapoorનું સૌથી મનગમતું આસન, ફાયદા જાણીને મગજ ચકરાઈ જશે…
21મી જૂનના ઈન્ટરનેશનલ યોગા ડે (International Yoga Day)ની ઊજવણી કરવામાં આવે છે. યોગ કરવાથી વિવિધ શારીરિક ફાયદા થાય છે. હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર (Bollywood Actress Kareena Kapoor)એ એક આસન કરતા ફોટા પોસ્ટ કર્યા છે અને આ ફોટામાં તે ચક્રાસન કરતી જોવા મળી રહી છે.
આ ફોટોને તેણે કેપ્શન આપી છે કે ગરમીઓ શરૂ થતાં જ મારું ફેવરેટ યોગાસન, ચક્રાસન… તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ ચક્રાસન કરવાના અનેક ફાયદાઓ છે અને આ આસન કરતી વખતે તમારું શરીર એક સુંદર મેઘધનુષ જેવું દેખાય છે, ત્યારે ચાલો આપણે પણ જાણીએ આ ચક્રાસન કરવાના ફાયદાઓ વિશે અને જાણીએ કે કઈ રીતે આ ચક્રાસન કરી શકાય તે-
ચક્રાસન કે ઉર્ધ્વ ધનુરાસન કરવાથી છાતી અને ખભાની માંસપેશીઓમાં એક ખેંચાણ જોવા મળે છે અને એ હેમસ્ટ્રિંગ અને સ્પાઈનલ એક્સટેન્સરને પણ મજબૂત બનાવે છે.
આ સિવાય કરોડરજ્જુમાં લવચિકતા વધે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દરરોજ વ્હીલ પોઝ કે ચક્રાસન અને આ જ પ્રકારના બેકબેન્ડને સામેલ કરવામાં આવે તો કરોડરજ્જુની લવચિકતામાં સુધારો જોવા મળે છે.
આ પણ વાંચો : કરિના કપૂરને સૈફ સાથે લગ્ન કરવા મળી હતી ચેતવણીઃ બેબોએ કર્યો નવો ખુલાસો
12 અઠવાડિયામાં જ એક અભ્યાસમાં સામેલ લોકોએ વ્હીલ પોઝ અને અન્ય હઠ યોગ આસનનો અભ્યાસ કર્યા બાદ માંસપેશીઓની તાકાતમાં મહત્ત્વનો સુધારો જોવા મળે છે.
ટાઈપ-ટુ ડાયાબિટીસના દર્દીઓમાં પણ બ્લડ શુગરના લેવલમાં સુધારો જોવા મળે છે. હાલમાં જ કરવામાં આવેલા આ અભ્યાસમાં બેકબેન્ડમાં ડાયાબિટીસના દર્દીઓમાં હિમોગ્લોબિન A 1cના લેવલને ઘટાડે છે.
ચક્રાસન કરી રીતે કરશો
ચક્રાસન કરવા માટે સર્વપ્રથમ મેટ પર સીધા સુઇ જાવો. ત્યારબાદ બંને પગ વાળીને યોગ્ય રીતે એક લાઈનમાં રાખવા. હવે બંને હાથને વાળીને પંજા ખભાની પાસે નીચે જમીન પર ટેકવો. ત્યારબાદ શરીરનું સંતુલન જાળવીને કમરના ભાગને ઉપરની તરફ ઉઠાવો. ત્યારબાદ છાતી અને હાથને સીધા કરીને તેને પણ ઉપરની તરફ લઇ જાઓ. સંપૂર્ણ શરીર ઉપર લઇ ગયા બાદ ક્ષમતા અનુસાર ચક્રાસનની સ્થિતિમાં રોકી રાખો. છેલ્લે મૂળ સ્થિતિમાં આવતી વખતે પગ અને માથાના ભાગને પહેલા નીચેની તરફ લાવવા, ત્યારબાદ ખભાને જમીન સાથે અડાડવો અને પછી કમર અને પીઠનો ભાગ જમીન પર પરત લાવીને શરીરને વિરામ આપો. ચક્રાસનનો અભ્યાસ કરતી વખતે શરીર જ્યારે ઉપરની તરફ લઈ જાવ ત્યારે શ્વાસ લો અને જ્યારે શરીરને મૂળ સ્થિતિમાં લાવો એ સમયે શ્વાસ છોડો.