તો શું હવે તેજસ્વી પ્રકાશ / કરણ કુન્દ્રા બ્રેકઅપના માર્ગે!
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલિવિઝનના પાવર કપલ છે. જ્યારે પણ તેઓ સાથે હોય છે ત્યારે ફેન્સ તેમના પરથી નજર હટાવી શકતા નથી. જોકે, હાલમાં જ બંનેના બ્રેક અપના સમાચાર આવ્યા હતા. બિગ બોસના ફેન પેજ પર રેડિટની એક વાયરલ પોસ્ટ મૂકીને દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલનું બ્રેક અપ થઇ ગયું છે. આ પોસ્ટ અનુસાર, ‘પ્રોડક્શનના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે કરણ અને તેજસ્વી વચ્ચે ઘણી સમસ્યાઓ છે. બંને એકબીજા વિશે અસુરક્ષિત પણ છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેજસ્વીને કરણની તેની મહિલા મિત્રો સાથેની નિકટતા પણ પસંદ નથી. બંને કંઇ ખુલાસો નથી કરી રહ્યા કારણ કે બંનેને ટ્રોલ થવાનો ડર લાગે છે અને આ ઉપરાંત બંને ઘણી બ્રાન્ડ ડીલ્સને કારણે બ્રેકઅપ છુપાવવા માગે છે.
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને ઘણીવાર એકબીજા સાથે તો ક્યારેક રેસ્ટોરન્ટની બહાર ફરતા જોવા મળતા હોય છે. જોકે, બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. એવામાં આ પોસ્ટ વાયરલ થતા ફેન્સ ચિંતામાં પડી ગયા છે.
આ પણ વાંચો : ફાટેલા કપડાં પહેરી દુબઇના રસ્તા પર વાધને લઇને ફરવા નીકળી આ કરોડપતિ હસીના
પણ મિત્રો, પરેશાન થવાની જરૂર નથી. તમારું ફેવરિટ કપલ બ્રેક-અપના માર્ગે નથી. તેઓ ગઇ કાલે પણ સાથે હતા, આજે પણ સાથે છે અને આવતી કાલે પણ સાથે જ જોવા મળશે. તેમની વચ્ચેનો બોન્ડ સ્ટ્રોંગ છે. કરણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેજસ્વી સાથે તેની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો અને વીડિયોમાં કરણ કુદ્રા તેની લેડી લવ સાથે હસીન વાદીઓમાં રોમાન્ટિક થઇ રહ્યો છે. કપલને સ્કૂટી રાઇડ કરતા પણ જોઇ શકાય છે. આ પોસ્ટની સાથે કરણે તેની લેડી લવ માટે પંજાબીમાં સુંદર મેસેજ પણ લખ્યો છે, જેની તેજસ્વીએ રોમેન્ટિક જવાબ પણ આપ્યો છે. આ પોસ્ટ પર અલી ગોનીએ પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે કોઇની નજર ના લાગે. તો હવે એ તો નક્કી થઇ ગયું કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનું બ્રેક અપ માત્ર અફવા છે.
નોંધનીય છે કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પહેલીવાર બિગ બોસ 15માં સાથે જોવા મળ્યા હતા. અહીં બંને નજીક આવી ગયા, તેમનો પ્રેમ પાંગર્યો અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. શો પછી પણ બંને સાથે જોવા મળતા રહ્યા અને સાથે વેકેશન પર પણ ગયા. બંને સોશિયલ મીડિયા પર એકસાથે અનેક તસવીરો શેર કરતા રહે છે.