મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Ambani Familyમાં પ્રવેશતા પહેલાં Radhika Merchantએ તોડી પરિવારની આ ખાસ પરંપરા?

અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં તેમના પરિવારમાં થનારા નવા મહેમાનની એન્ટ્રીને કારણે લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ આ પરિવાર જે રીતે પોતાની નવી વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને આવકારવાની તૈયારીઓ કરી રહ્યું છે એ જોઈને તો તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. પરંતુ અંબાણી પરિવાર જે વહુને આવકારવાની તૈયારી કરી રહ્યું છે એ વહુ એટલે કે રાધિકા મર્ચન્ટે પરિવારમાં આવતા પહેલાં જ કંઈક એવું કર્યું છે કે અનંત અંબાણી (Anant Ambani) પણ જોતો જ રહી ગયો હતો. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રાધિકા મર્ચન્ટે…

વાત જાણે એમ છે કે રાધિકા મર્ચન્ટે પરિવારમાં આવતા પહેલાં જ પરિવારની જૂની પરંપરા તોડી દીધી હતી અને અનંત અંબાણી પણ તેને જોતો રહી ગયો હતો. હાલમાં જ ઈટલી ખાતે યોજાયેલા સેકન્ડ પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાંથી રાધિકાના વિવિધ લૂકવાળા ફોટો સામે આવી રહ્યા છે અને દરેક ફોટોમાં રાધિકા એકદમ સુંદર લાગી રહી છે. પરંતુ આ બધા લૂકમાંથી રાધિકાનો એક લૂક ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, જેમાં તેણે સુંદર બોડીકોન આઉટફિટ પહેર્યો છે અને આ જ લૂક અપનાવીને રાધિકાએ અંબાણી પરિવારની પરંપરાને તોડી નાખી હતી.

આ પણ વાંચો : અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો

આ સુંદર ઓફ શોલ્ડર વ્હાઈટ કલરના બોડીકોન ગાઉન સાથે રાધિકા મર્ચન્ટે (Radhika Merchant’s White Off Shoulder Gown) એક પણ જ્વેલરી પહેરી નથી અને અંબાણી પરિવારની પરંપરા તો આપણે બધા જ જાણીએ છીએ કે આ પરિવારની માનુનીઓનું જ્વેલરી કલેક્શન એટલું આલાગ્રાન્ડ છે કે નહીં પૂછો વાત. આ લૂક સાથે રાધિકાએ રોઝવાળું ટિયારા પહેર્યું હતું. આ સિમ્પલ પણ સોબર લૂકમાં રાધિકા એટલી સુંદર દેખાઈ રહી હતી કે અનંત અંબાણી (Anant Ambani) પણ તેને જોતો જ રહી ગયો હતો.

રાધિકાના આઉટફિટ વિશે વાત કરીએ તો આ સફેદ રંગનું આ સાટિનનો ગાઉન ફેમસ ફેશન ડિઝાઈનર તમરા રાલ્ફે ડિઝાઈન કર્યો છે. આ સાથે અનંક અંબાણીએ બ્લેક જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. આ આઉટફિટમાં અનંદ પણ એકદમ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button