Rahul Gandhi એ ચૂંટણી પરિણામ બાદ EVM પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ફરી એકવાર ઈવીએમને(EVM)લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર સાથે સંબંધિત એક સમાચાર પણ શેર કર્યા છે. શિંદે પર ઈવીએમ સાથે છેડછાડ કરીને જીતવાનો આરોપ છે.
આ પણ વાંચો: J&K Terrorist Attack: ‘PMને ચીસો નથી સંભળાતી?’, વડા પ્રધાનના મૌન અંગે રાહુલ ગાંધીના સવાલ
EVM ભારતમાં એક ‘બ્લેક બોક્સ‘
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું, EVM ભારતમાં એક ‘બ્લેક બોક્સ’ છે. કોઈને તેની તપાસ કરવાની છૂટ નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે. ત્યારે લોકશાહી એક દેખાવો બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.
રવિન્દ્ર વાયકર સામેના આરોપો સાથે જોડાયેલા સમાચાર શેર કર્યા
રાહુલ ગાંધીએ સમાચાર શેર કરીને આ પોસ્ટ લખી છે. એક અહેવાલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં વનરાઈ પોલીસને રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. મંગેશ મંડિલકર પર EVM સાથે છેડછાડનો આરોપ છે. વાયકર મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી 48 વોટથી જીત્યા હતા. આરોપ છે કે મતગણતરી દરમિયાન મંગેશ જે ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો તે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)સાથે જોડાયેલો હતો.
આ પણ વાંચો: રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?
પોલીસને ઈવીએમ સાથે છેડછાડના પુરાવા મળ્યા છે
પોલીસે કહ્યું છે કે આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઈવીએમ મશીનને અનલોક કરવા માટે ઓટીપી જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ નેસ્કો સેન્ટરની અંદર 4 જૂને કરવામાં આવ્યો હતો. વનરાઈ પોલીસે આરોપી મંગેશ પાંડિલકર અને દિનેશ ગુરવને પણ ક્રિમીનલ પ્રોસીઝર કોડ હેઠળ નોટિસ આપી હતી.
ફોનમાં રહેલ ફિંગર પ્રિન્ટની પણ તપાસ
જેઓ ચૂંટણી પંચ સાથે એન્કોર (પોલ પોર્ટલ) ઓપરેટર હતા. પોલીસે હવે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં મોકલી આપ્યો છે જેથી મોબાઈલ ફોનનો ડેટા જાણી શકાય અને ફોનમાં રહેલ ફિંગર પ્રિન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.