મનોરંજન

નાનો રૉલ હોવા છતાં દિપીકા છવાઈ ગઈ જવાનમાં, તો નયનતારા થઈ નારાજ


શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે 13 દિવસમાં વર્લ્ડવાઈડ 900 કરોડનું કલેક્શન કરી લીધુ છે. જવાનમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા લીડ રોલમાં નજર આવી છે પરંતુ રિપોર્ટ્સ અનુસાર તે પોતાના બોલીવુડ ડેબ્યૂથી ખુશ નથી અને હવે બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાના મૂડમાં નથી.
રિપોર્ટ અનુસાર નયનતારા હવે કોઈ પણ બોલીવુડ ફિલ્મ કરવાના મૂડમાં નથી. તે જવાનના ડાયરેક્ટર એટલી કુમારથી નારાજ છે કેમ કે ફિલ્મમાં તેમનો રોલ કાપી દેવાયો છે. સાથે જ દીપિકાના પાત્રને મહત્વ અપાયુ અને નયનતારાના રોલને સાઈડલાઈન કરી દેવાયો હોવાનું તેને લાગી રહ્યું છે. જોકે આ મીડિયા અહેવાલ છે.
દીપિકા પાદુકોણે શાહરૂખ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જવાનમાં તેનો કેમિયો હતો તેમ છતાં દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યો છે. રિપોર્ટ અનુસાર દીપિકાનો કેમિયો નહોતો પરંતુ જવાન શાહરૂખ-દીપિકાની ફિલ્મ લાગી રહી હતી. નયનતારા સાઉથની લીડિંગ એક્ટ્રેસ છે. જવાનમાં જે રીતે તેમના રોલ સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવી તેનાથી તે ખુશ નથી. સાઉથમાં પોતે ઘણી સારી ફિલ્મો કરી ચૂકી હોવાથી તે બોલીવૂડની આ પહેલી ફિલ્મથી ખુશ નથી.
નયનતારા પ્રમોશનલ ઈવેન્ટ્સમાં પણ આવતી નથી. તે જવાનની સક્સેસ પાર્ટી પહેલા રાખેલી પ્રેસ કૉન્ફરન્સમાં પણ હાજર રહી ન હતી. જોકે દિપીકા કે નયનતારાને ભાગે ખાસ કોઈ કામ આવ્યું જ ન હતું. ફિલ્માં કિંગ ખાન અને વિજય સેતુપતિ છવાયેલા રહ્યા હતા. જોકે ખૂબ જ કમાણી કરતી આ ફિલ્મ તેની અતાર્કિક વાર્તા અને મેલોડ્રામાને લીધે ઘણાને ગમી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button