દુનિયાને ચોંકાવવા થઈ રહ્યું છે એક અસાધારણ પ્લાનિંગ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
દર વર્ષ જૂન મહિનામાં ગૂગલ જેવી અનેક ટેક કંપનીઓ એવા અસાધારણ પગલાં ભરે છે જેની નોંધ વૈશ્ર્વિક સ્તર પર લેવાય છે. કોરોનાકાળ વખતે યુદ્ધના ધોરણે તૈયાર થયેલી ગૂગલ મીટ આજે હજજારો કંપનીઓમાં મિટિંગનું માધ્યમ બની છે. ટેકનોલોજીની દુનિયામાં જ્યારે પણ ટેક કંપનીઓની વાત કરવામાં આવે ત્યારે ગૂગલ પછી એપલનું નામ લેવામાં આવે છે. આ કંપનીએ ડિવાઈસ અને સુરક્ષા જેવા બેજોડ ફીચર્સ આપીને ટેકનોલોજી વાપરનારાઓને એક અનોખી તક આપી છે . આવું કહેવામાં કંઈ ખોટું નથી.
માઈક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ આ ત્રણ કંપની એવી છે, જે સતત અને સદ્ધર ટેકનોલોજીના નવા માઈલસ્ટોન ઊભા કરીને દુનિયાને ચોંકાવી દે છે.
આ વર્ષે પણ કંઈક નવું પણ ચોંકાવનારું થવાનું છે. દુનિયાભરના ટેકનોલોજી નિષ્ણાંત એ રાહ જુવે છે કે, એપલ એવી કઈ નવી ટેકનોલોજીને માર્કેટમાં મૂકી વધુ એક ટેકનિકલ આંચકો આપે. બીજા એક માઠા સમાચાર પણ યાદ રાખવા જેવા છે કે, ગત એપ્રિલ મહિનામાં જે આઈટી કર્મચારીઓને કંપનીએ છૂટા કર્યા હતા. એ આખો વર્ગ હજું કોઈ રિ-સર્ચ પ્રોગ્રામમાં જોડાયો નથી. બીજી નોકરી મળી હશે પણ રિ-સર્ચ વર્ગમાંથી ખાસ કોઈ રિપોર્ટ નથી.
ગત અઠવાડિયામાં એપલ કંપનીની એક મહા બેઠક પૂરી થઈ, જેમાં ટેકનોલોજીની મોટાપાયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઠઠઉઈ -વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં નવું શું છે એના પર સૌની નજર છે. ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા ધુરંધરોને આપવામાં આવેલી સવલત એક અલગ ચર્ચાનો વિષય છે. ટેસ્લા જેવી કાર અને મહેલા જેવી વૈભવી હોટેલમાં એમને ઉતારો અપાયો હતો. દુનિયાભરના આઈટી એક્સપર્ટ અને ટેકનોલોજીના બાદશાહો આવી ઈન્ટરનેશનલ ઈવેન્ટની રાહ જોતા હોય છે. આ પાછળનું કારણ એ છે કે, અહીં રિ-સર્ચ પેપર સફળ થાય તો કંપની કરોડો રૂપિયાની રેડ કાર્પેટ પાથરે છે. આવું ન કરવું હોય તો પણ માત્ર સભ્ય તરીકે જાવ કે એમાં ભાગ તો પણ એનું એક સર્ટિફિકેટ મળે છે, જે દુનિયાભરની આઈટી કંપનીમાં માન્ય ગણાય છે. એંધાણ એવા પણ દેખાઈ રહ્યા છે કે, આવનારા એપલના ઉત્પાદનોમાં નવા સોફ્ટવેર જોવા મળશે. જૂના ડિવાઈસ પર કંપની કોઈ મોટી અપડેટ પણ આપી શકે છે. ભવિષ્યમાં ઊભી થનારી આઈટી ક્ષેત્રની માગ, ઉત્પાદન અને સર્વિસ ક્ષેત્રે હજું કેવું સર્જન કરી શકાય એ આ ઈવેન્ટનો હેતુ છે.
આ પરથી એટલી વાત તો નક્કી છે કે, આવનારા દિવસોમાં એપલના કોઈ પણ ઉત્પાદન સામાન્ય નહીં જ હોય. ગત વર્ષે પ્રો વર્ઝન અને એપલ સોલ્યુશન સ્ટોર જેવી જાહેરાત કરી હતી. આપણા દેશમાં મુંબઈ મહાનગરમાં આ કંપનીનો રિયલ એપલ સ્ટોર એક વખત વિઝિટ કરવા જેવો છે, જે ફ્યુચર ટેકનોલોજીની એક નાનકડી ઝાંખી આપી જાય છે. ઠઠઉઈ ઈવેન્ટમાંથી કંઈક મોટું તેમજ અત્યાર સુધી ન થયું હોય એવું થશે. આવું એટલા માટે કહી શકાય કારણ કે, આ વખતે આ ઈવેન્ટનો એજન્ડા કંપનીએ જાહેર નથી કર્યો. એપ્લિકેશન, સોફ્ટવેર અને ડેવલપમેન્ટ પર કંપનીનું ફોક્સ છે એ વાત તો નક્કી છે. સૌથી વધારે ચર્ચાનો વિષય અઈં છે. કંપનીઓ જાણે છે કે, આ ફિચર્સ બધુ જ કરી શકે છે. એમા કંટ્રોલ ક્યાં અને કેવી રીતે મૂકવો એ અંગે ઊંડી વિચારધારા અનિવાર્ય છે. પૉલિસી મેકિંગના નામે આમાં મોટું થવાનું છે. રિપોર્ટ એવું કહે છે કે, કંપનીના કેન્દ્રમાં રહેલો મુદ્દો અઈં થી પણ વધુ મહત્ત્વનો હશે. મોબાઈલ ફોનથી લેપટોપ સુધીનાં તમામ ઉપકરણો પર અસાધારણ આવિષ્કાર કરીને એપલે માઈક્રોસોફ્ટ અને ગૂગલને બરોબરની ટક્કર આપી છે. એ વાત પણ સ્વીકારવી પડે કે, સર્વર અને ડેટા સંબંધિત હજુ કેટલાય રાઈટ્સ (ટેકનિકલ અધિકારો, જેમ કે, ચોક્કસ ફોન્ટ, ઑપરેટિંગ સિસ્ટમ) માઈક્રોસોફ્ટ અને ગૂગલ પાસે છે. આને સમકક્ષ કોઈ ટેકનોલોજી વિકસી જશે તો એ કોઈ બ્રાંડની ફર્સ્ટકોપી જેવું ગણાશે. આ સિવાય એવું પણ બની શકે છે કે, કંપની કોઈ નવી જ ટેકનોલોજીનો ડેમો આપે. એમાં પણ રહસ્ય એ વાતનું છે કે, એ સોફ્ટવેર છે કે હાર્ડવેર? એપ્લિકેશનના અફાટ સમુદ્રમાં ગૂગલ પ્લેસ્ટોર સામે ગણતરીઓ કરીને હાલ તો કંપની એમાં પડવા માગતી નથી. એપલ પ્રેમીઓને તાલાવેલી એ વાતની છે કે, એપલની પ્રોડક્ટ શું છે? અઈં અને ઈઇંઅઝૠઙઝ બધાને ખબર છે. અત્યાર સુધીના તમામ અપડેટમાં એપલ સતત એ નવી વસ્તુ આપી રહી છે, જેની દુનિયાએ અચૂક નોંધ લેવી પડે. મોબાઈલ ફોનના વર્ઝન કરતા ટેકનોલોજી ડેવલપમેન્ટ એ એપલનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. અઈંની પાંખથી કંપની એવી દિશામાં ઉડાન ભરવા માગે છે , જે બીજી કંપનીઓ નજીકના ગાળા સુધી તો ઠીક દાયકા સુધી પણ પહોંચે નહીં. આ પાછળનું એક કારણ કંપનીની મોનોપોલી છે. દરેક કંપની મોનોપોલી વિશે વિચારે એમાં કંઈ ખોટું પણ નથી. એપલ આ મુદ્દે બધાથી આગળ છે. અઈં ના પ્રોગ્રામ પર કામ કરતી અને ઉત્પાદન આપતી કંપનીઓએ એપલ સાથે બંધ બારણે મુલાકાત પણ કરી લીધી છે. એપલ આ અંગે કોઈ ફોડ પાડતી નથી. હવે જો એપલ આ કોઈ બહારની કંપની પર પોતાના સ્ટેટસ નીચે કોઈ વસ્તુ ખરીદી રહી છે તો ટેકનોલોજીની દુનિયામાં વધુ કોઈ મોટું કોલબ્રેશન બની શકે. એમાં કોઈ કરાર કે સહમતી બની તો ઈંજ્ઞત૧૮ સરળ બની રહેશે. કિંમત ભલે લાખોમાં હોય પણ ફિચર્સના ફ્રેમબોક્સને તોડનારી કોઈ વસ્તુ તો આવશે. હેલ્થ-ફિટનેસ, સ્ક્રિન ટાઈમ, ચાઈલ્ડ કેર, આઈડલ મોડ, ટ્રેકિંગ ટુલ્સ, સ્લીપ એન્ડ સ્ટોપેજ, વોઈસ ક્લેરિટી, ઓટો મેસેજ ચેટબોટ, લાઈવ રીસપોન્સ, મેપિંગ અને ડિવાઈસ કંટ્રોલીગ જેવા અનેક ફિચર્સ આવશે તો વધુ મોટી સરળતાનો અવકાશ મળશે. આઉટ ઓફ ધ બોક્સનસમયાંતરે પ્રોત્સાહન ખૂબ જરૂરી હોય છે. પૈસા ઓછા મળશે તો હંગામી ધોરણે ચાલશે પણ પ્રોત્સાહન સારું અને સાચું મળે તો લાંબી જર્ની પણ મજેદાર લાગે.