‘વ્યક્તિ’ ને ‘વ્યવસ્થા’નાં નૈતિક પરિવર્તનથી કચ્છ માટે સારાં પરિણામો લાવી શકાય
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી
જૂન મહિનાની પહેલી તારીખે વર્ષ ૧૯૪૮માં ભારતના ગૃહપ્રધાનપદે આરુઢ વલ્લભભાઈ પટેલે કચ્છ માટેના ચીફ કમિશનરના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાયા ટાણે સંદેશ આપેલ તે આજે અહીં રજૂ કરતાં વાત આગળ વધારવાનું મન થાય છે. હિંદી સંઘનો કચ્છને એમના દ્વારા સંદેશો હતો કે, ‘હું વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન : ભારત સરકાર, કચ્છના રાજવી અને પ્રજાને ખાતરી આપું છું કે, મધ્યસ્થ સરકાર તરફથી પ્રજાના હિત અને કલ્યાણ તરફ હંમેશાં સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક ધ્યાન આપવામાં આવશે. આપ નિશ્ર્ચિત રહેજો કે આપનું ભલું અને ઉન્નતિ મારા સતત ચિંતનનો વિષય રહેશે. કચ્છની પ્રજા સર્વ રીતે સુખી અને સમૃદ્ધ થાય એમ હું ઈચ્છું છું. દેશના હિત માટે આત્મત્યાગની જે ભાવના કચ્છના રાજવીએ બતાવી છે તે માટે તેઓ નામદારને મારા હાર્દિક અભિનંદન આપું છું. નવા રાજય તંત્રની સફળતા ઈચ્છું છું.’
એ ભૂલવા જેવું નથી કે ભારતમાં સૌથી મોટો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં કચ્છના સીમાવિસ્તારનું મહત્ત્વ આગવું છે. કચ્છ પ્રત્યેની આવી જ લાગણી આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજની ઐતિહાસિક લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની સફર શરૂ કરતી વખતે બતાવેલી.
ભૂકંપની ૨૦૦૧ની તબાહી પછી કચ્છને પુનર્જીવન મળતાં તે ધબકતું થયું છે. સંતુલિત વિકાસ માટે ઉદ્યોગ અને ‘સેઝ’, પ્રવાસન કે નર્મદા નીરની સુવિધાને વિસારે પાડી શકાય નહીં. તેમાં સરકારનો ફાળો નોંધનીય રહ્યો છે. કચ્છના સાંસદ વિનોદભાઇના ફરી ચૂંટાયા બાદ એમના પર આશાઓ અનેકગણી વધી ગઈ છે. પ્રદેશવાસીઓ પણ જિતાડ્યાનો હિસાબ તો ઇચ્છશે જ. અત્યાર સુધી ચૂંટણીનું ઘમસાણ હતું. હવે પરિણામો પછીની રાજકીય સ્થિતિમાં સરકારે કચ્છના પ્રાદેશિક પ્રશ્ર્નો અને વિકાસના પગલાઓને સર્વાંગી ધોરણે વિચારી અમલમાં લાવવા રહ્યાં.
મોદીસાહેબ કચ્છની સમસ્યાઓથી પૂરેપૂરા વાકેફ છે. આ સફર આસાન નથી. એ સફર સુખનો જ અહેસાસ નથી રહેતો. તે ઊબડખાબડ જમીન પર, પગમાં છાલા પડે તેવી, થાકી જવાય એવી યાત્રા છે. વીતેલા દિવસોનું અનુસંધાન બની જાય છે અને અજાણ ભવિષ્યના ટાપુ પર પહોંચવાની ખેવના જાગતી રહે છે. ‘સમયની દાસ્તાં’ અતીતથી ભવિષ્ય સુધીની સફર પણ કરાવે છે. ઘણી વાર પૂછવામાં આવે છે કે આખરે ઇતિહાસ છે શું? રાજા-મહારાજાનાં યુદ્ધો, દેશ-દેશ વચ્ચેની લડાઈ અને યુદ્ધવિરામો, દુકાળ-હિજરત-સ્થળાંતર અને સુનામીઓ? વંશાવલી, વહીવટ અને ઢંઢેરાઓ?
‘વ્યક્તિ’ અને ‘વ્યવસ્થા’નાં નૈતિક પરિવર્તનથી વધુ પરિણામો મળી શકે. ભાજપ અને તેના શાસને, તેમના પુરોગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવદર્શન’ માંથી ઉપાય શોધવો જોઈશે. તેમના અન્ય એક દિગ્ગજ નેતા અટલજીના રાષ્ટ્ર સર્વોપરિ અને સ્વસ્થ રાજકારણની નીતિને દ્રઢતાપૂર્ણ આગળ લાવવું પડશે. આખરે મતદાતા સર્વોપરિ છે. ‘ઘરમાં પિસાય અને પાડોશમાં વખણાય’ એવી સ્થિતિને પણ લાંબો સમય સહન નહીં કરી શકે આથી નાગરિકની દૈનિક સુખાકારીને વધારવા સર્વન્યાયે પગલાં ભરવા રહ્યાં. (૨ જૂનના પ્રકાશિત વલો કચ્છના લેખમાં પ્રાપ્ત માહિતી અનુસાર ‘ઈરાનથી ગ્રીક ગોરાઓ જખૌ બંદરે ઊતર્યા હતા જેને લોકોએ યક્ષ તરીકે વર્ણવ્યા હતા..’ એવો ઉલ્લેખ કરેલ. એક વાચક, માંડવીના જયંતીભાઈ સંઘાર ‘યક્ષદેવ શિવના અવતાર છે’ એવું સૂચન કરેલ હોવાથી અગાઉ પ્રકાશિત માહિતીને સુધારીને વાંચવા વાચકોને વિનંતી અને શરતચૂકને ક્ષમ્ય ગણવું.)
ભાવાનુવાદ: હી જ જૂન મેણેજી પેલી તારીખજો વરે ૧૯૪૮મેં ભારતજા ગૃહ પ્રિધાન પધતે આરુઢ વલ્લભભા પટેલ કચ્છલા ચીફ કમિશનરજે હથે રાષ્ટ્ર ધ્વજ ફરકાયે ટાણે સંડેસો ડિનેલો હો જેંકે હિત રજુ કરીંધે ગ઼ાલ અગ઼િયા વધરેજો મન થિએતો. હિંદ સંઘજો કચ્છકે ઇની ભરાં સંડેસો હો ક, ‘આઉં વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન: ભારત સરકાર, કચ્છજા રાજા ને પ્રિજાકે ખાતરી ડીંયાતો ક, મધ્યસ્થ સરકાર પ્રિજાજે હિત ને કલ્યાણ કોરા હંમેશાં સંપૂર્ણ સહાનુભૂતિસે ધ્યાન ડે મેં અચીંધો. ઐં નિશ્ર્ચિત રોજા ક આંજો ભલો ને ઉન્નતિ મુંજી સતત ચિંધાજો વિસય ભની રોંધા. કચ્છજી પ્રિજા મિડે રીતે સુખી ને સમૃદ્ધ થિએ હી આઉં ઈચ્છાતો. ડેસજે હિત લા આત્મત્યાગજી જુકો ભાવના કચ્છજા રાજા વતાયોં અયોં તેંજે માટે ઇનીકે મુંજા હાર્દિક અભિનંદન ડીંયાતો. નયે રાજય તંત્રજી સફડ઼તાજી આશા આય.’
હી ભૂલે જેડ઼ો નાય ક ભારતજો મિણીયા વડો ધરિયા કિનારેવારે ગુજરાતમેં કચ્છજે સીમાવિસ્તારજો મિહત્ત્વ આઉગો આય. કચ્છલા ઍડ઼ી જ લાગણી પાંજા હેવરજા વડાપ્રિધાન નરેન્દ્રભા મોદી ભુજજી ઐતિહાસિક લાલન કોલેજનું લાલ કિલ્લે તઇંજી સફર કરંધી વખતે વાતાયેં વે.
ભૂકંપજી ૨૦૦૧જી તબાહી પૂંઠીયા કચ્છકે બ્યો જનમ જુડંધે હી ધબગધો થ્યો આય. સંતુલિત વિકાસજે માટે ઉદ્યોગ ને ‘સેઝ’, પ્રિવાસન ક નર્મદા નીરજી સુવિધાકે વિસારે ન સગ઼ાજે. તેમેં સરકારજો ફાડ઼ો નોંધનીય રયો આય. કચ્છજા સાંસદ વિનોદભાજો ફરી ચૂંટાયે પૂંઠીયા ઇનીતે પ આશાઉં કિઇક વધી વિઇયું ઐં. પ્રડેસવાસી પ જિતાયજો હિસાબ ત મંગધા જ. હેવર સુધી ચૂંટણીજો ઘમસાણ હો. હાંણે પરિણામ પૂંઠીયાજી રાજકીય સ્થિતિમેં સરકારકે કચ્છજે લોકલ પ્રશ્ર્ન નેં વિકાસજા પગલા સર્વાંગી ધોરણે અમલમેં ગ઼િનણા પોંધા.
મોદીસાહેબ કચ્છજી સમસ્યાએંસે ભરાભર વાકેફ ઐં. હી સફર સેલી નાય. હી સફર સુખજો જ અહેસાસ નઇ કરાય. હી ખરબચડ઼ી જમીન તે, પગેમેં છાલા પે તેડ઼ી, થકી વિઞાજે એડ઼ી જાત્રા આય.
પાછલે ડીંએંજો અનુસંધાન ભની વિઞે ને નોલે ભવિષ્યજે ટાપુ તે પુજેજી આશા જગંધી રે ઍડ઼ી ગ઼ાલ આય. ‘સમયજી દાસ્તાન’ અતીતનું કરે ભવિષ્ય તઇં સફર પ કરાઇંધી. ઘણે વાર પૂછેમેં અચેતો ક હી ઇતિહાસ આય કુરો? રાજા-મહારાજાએંજા જુધ, ડેસ-પરડેસ વચ્ચેજી લડાઈયું ને યુદ્ધવિરામ, ડુકાર-હિજરત-સ્થળાંતર નેં સુનામીયું? વંશાવલી, વહીવટ ને ઢંઢેરા?
‘વ્યક્તિ’ ને ’વ્યવસ્થા’જા નૈતિક પરિવર્તનસે જ ખાસા પરિણામ જુડી સગે. ભાજપ ને ઇનીજે શાસનમેં, ઇનીજા પુરોગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજે ‘એકાત્મ માનવદર્શન’ મિંજાનું ઉપાય શોધણો ખપે. ઇનીજા હિકડ઼ા દિગ્ગજ નેતા અટલજીજા રાષ્ટ્ર સર્વોપરિ ને ચોખે રાજકારણજી નીતિકે દ્રઢતાપૂર્ણ આગ઼િયા વધાઇણું પોંધો. આખરે મતડાતા સર્વોપરિ આય. ઘરમાં પિસાય અને પાડોશમાં વખણાય’ જેડ઼ી હાલતકે પ લમે સમો તઇં સેન કરી ન સગાજે ઇતરે નાગરિકજી રોજ્બરોજજી સુખાકારીકે વધારેલા મિણીયા ખાસા પગલાં ભરણા પોંધા.