ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૬-૬-૨૦૨૪ થી તા. ૨૨-૬-૨૦૨૪

રવિવાર, જયેષ્ઠ સુદ-૧૦, વિ. સં. ૨૦૮૦, તા. ૧૬મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૧-૧૨ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રે ક. ૨૪-૩૪ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ગંગા દશહરા સમાપ્તિ, ગંગાવતાર. લગ્ન, ઉપનયન, ભૂમિ ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.

સોમવાર, જયેષ્ઠ સુદ-૧૧, તા. ૧૭મી, નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૩-૪૯ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. એકાદશી વૃદ્ધિ તિથિ, બકરી ઈદ (મુસ્લિમ) ભદ્રા ક. ૧૭-૩૭થી ક. ૦૬-૨૪ (તા. ૧૮) સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, જયેષ્ઠ સુદ-૧૧, તા. ૧૮મી, નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૫-૫૫ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. નિર્જળા એકાદશી, ભીમ એકાદશી (કેરી), ગાયત્રી જયંતી, લગ્ન, ઉપનયન શુભ દિવસ.

બુધવાર, જયેષ્ઠ સુદ-૧૨, તા. ૧૯મી, નક્ષત્ર વિશાખા સાંજે ક. ૧૭-૨૨ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સવારે ક. ૧૧-૦૪ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. પ્રદોષ વ્રત ઉપવાસ, શિવપૂજાનો મહિમા, ચંપક દ્વાદશી (બંગાળ), વટસાવિત્રી વ્રતારંભ, વિંછુડો પ્રારંભ ક. ૧૧-૦૪. સામાન્ય દિવસ.

ગુરુવાર, જયેષ્ઠ સુદ-૧૩, તા. ૨૦મી નક્ષત્ર અનુરાધા સાંજે ક. ૧૮-૦૯ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિન, સૂર્ય સાયન કર્ક રાશિમાં ક. ૦૬-૨૧, દક્ષિણાયન પ્રારંભ, સંક્રાંતિ પુણ્યકાળ ક. સૂર્યોદયથી સૂર્યાસ્ત, વિંછુડો. સૌર વર્ષાૠતુ પ્રારંભ. શુભ દિવસ.

શુક્રવાર,જયેષ્ઠ સુદ-૧૪, તા. ૨૧મી નક્ષત્ર જયેષ્ઠા સાંજે ક. ૧૮-૧૮ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં ક. ૧૮-૧૮ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, વટપૂર્ણિમા, મન્વાદિ, તર્પણ શ્રાદ્ધનો મહિમા, અન્વાધાન, વિંછુડો સમાપ્તિ ક. ૧૮-૧૮, ભદ્રા ક. ૧૭-૩૧ થી ક. ૧૯-૦૮. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રામાં ક. ૨૪-૦૭, વાહન મોર (સંયોગિયું છે.) ચંપક ચતુર્દશી (બંગાળ), કરિદિન, ભૂમિખાત મુહૂર્ત, શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, જયેષ્ઠ સુદ-૧૫, તા. ૨૨મી, નક્ષત્ર મૂળ સાંજે ક. ૧૭-૫૩ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સંત કબીર જયંતી, ભારતીય આષાઢ માસારંભ, ઈષ્ટિ. જ્યેષ્ઠ પૂર્ણિમાં. વટસાવિત્રી વ્રતના પારણા, દેવસ્નાન પૂર્ણિમા (બંગાઽઓરિસ્સા), પ્રતિપદા ક્ષય તિથિ છે, ગુરુ હરગોવિંદ સિંહ જયંતી (કાશ્મીર). શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button