આપણું ગુજરાત

‘ધૂંધવાયા ધારાસભ્ય લાડાણી’ મામલતદાર કચેરીએ જમીન પર બેસીને ચીફ ઓફિસરને ખખડાવ્યા

માણાવદર: હાલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપની ટિકિટથી પેટા ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણી (Arvind Ladani) હાલ ચર્ચાનું કેન્દ્ર છે. માણાવદર નગરપાલિકા દ્વારા કરવાઆમાં આવેલી પ્રી-મોન્સુન કામગીરીને લઈને ફરિયાદો ઉઠી હતી. આ બાદ ધારાસભ્ય લાડાણી મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા અને અહી જમીન પર જ બેસી જઈને ફરિયાદોથી અધીકારીઓને વાકેફ કર્યા હતા. તેમણે ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડ્યા હતા. જો કે આ દરમિયાન તેઓ અશિષ્ટ ભાષામાં અધિકારી સાથે વાત કરતાં જણાયા હતા.

માણાવદરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી પ્રી મોન્સુન કામગીરીને લઈને પ્રજાની ફરિયાદો મળી હતી અને જેને લઈને અરવિંદ લાડાણી ખરા બગડ્યા હતા. આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને અહી તેમણે અધિકારીઓને હાજર રાખી પ્રજાના પ્રશ્નોથી અધિકારીઓને વાકેફ કર્યા હતા. માણાવદર મામલતદાર કચેરી ખાતે પહોંચેલા અરવિંદ લાડાણી જમીન પર બેસી ગયા હતા અને વહઈફ ઓફિસરને પણ જમીન પર બેસાડીને જનતાની ફરિયાદોને લઈને પ્રશ્નો કર્યા હતા.

આ પણ વાંચો : Gujarat માં ભાજપના ધારાસભ્યો એ જ તંત્ર પર કર્યા Corruptionના આક્ષેપ

તંત્ર પર બગડેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર પર નગરપાલિકાનો ભંગાર વેંચી માર્યાનો આરોપ લગાવ્યો હતો અને લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થવાને લીધે આજે નગરપાલિકાની સ્થિતિ લાઇટ બિલ ભરી શકે તેવી પણ રહી નથી તેવા પણ આરોપો લગાવ્યા હતા અને વિડિયોમાં તેમની આ વાતમાં ચીફ ઓફિસર પણ હા માં હા ભરી રહ્યા દેખાઈ રહ્યા છે.

નગરપાલિકા અને મામલતદાર કચેરીના કામોમાં સંકલન ન હોવાથી પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આજે ધારાસભ્યએ ચીફ ઓફિસરને ઉધડો લીધો હતો. પોતાની રજૂઆત દરમિયાન તેઓ ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા. તેમણે અધિકારીને આગામી 24 જૂન સુધીમાં પ્રીમોન્સુન કામગીરી પૂર્ણ કરી દેવા કહ્યું છે, અન્યથા 25 મીએ આંદોલન કરવાની ચેતવણી આપી છે. રાજ્યમાં ભાજપની જ સરકાર છે અને ભાજપના જ ધારાસભ્યને આંદોલન કરવું પડે તે તંત્રની કેવી સ્થતિનું પ્રતિબિંબ છે ? તેવો પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button