નેશનલ

Giorgia Meloniના ટ્વિટના જવાબમાં Narendra Modiએ લખ્યું કે..

નવી દિલ્હી: ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની રીલ વાયરલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાન મોદીએ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે “Long live India-Italy friendship!”. G7મા ભાગ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફરી ચૂક્યા છે.

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ઇટલીમાંઆ યોજાયેલ G7ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સંમેલનમાં બ્રિટીનના વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેંક્રો સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે ખૂબ સારી બોંડિંગ જોવા મળ્યું હતું. જેનો વિડીયો ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.

ખાસ વાત છે કે પ્રથમ વખત ઈટલીના વડાપ્રધાને G7 સંમીટમા આવેલા કોઈ નેતા સાથે વિડીયો શેર કર્યો છે. તેમણે બાકી અન્ય નેતાઓ સાથેની તસવીરો શેર કરી હતી પરંતુ નરેન્દ્ર મોદીની સાથે વિડીયો શેર કર્યો છે. વિડિયોમાં બંને દેશના વડાપ્રધાન હસી રહ્યા છે. વિડીયોમાં મેલોની કહી રહ્યા છે કે ‘Hello from the Melodi team.’ વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ હસતાં દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂનના રોજ G7મા ભાગ લેવા માટે ઇટલી પહોંચ્યા ત્યારે ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button