આમચી મુંબઈ

મુંબઈમાં ચાલતી ટેકસીમાં નરાધમોએ 14 વર્ષની સગીરા સાથે કરી આવી હરકત…

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક વખત માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈમાં એક 14 વર્ષની છોકરી પર ટેક્સીમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સૂત્રોએ આ બાબતે એવું જણાવ્યું હતું કે છોકરી માનસિક રીતે બીમાર હતી અને છોકરીનું અપહરણ કરીને તેના પર ચાલુ ટેક્સીમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ મામલે મુંબઈ પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કિશોરીને સાથે ઘૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ આરોપીએ તેને વાકોલા વિસ્તારમાં છોડી દીધી હતી. આ કેસમાં સલમાન શેખ અને પ્રકાશ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે જણાવ્યું હતું કે ટેક્સી ડ્રાઈવરે આરોપી સલમાનને ગુનો કરવામાં મદદ કરી હતી. આઈપીસીની કલમ 376 અને પોક્સો સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


પીડિતાએ આપેલા નિવેદન અનુસાર, તે રાતે લગભગ અઢી વાગ્યે દક્ષિણ મુંબઈમાં તેના ઘરની નજીક એક ટેક્સીમાં બેઠી હતી, ત્યાર બાદ ટેક્સી ડ્રાઈવર પાંડે તેને દાદર લઈ ગયો હતો. દાદરમાં લોજ ચલાવનાર આરોપી સલમાન ટેક્સીમાં ચઢ્યો હતો અને ત્યાર બાદ તેણે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.


પીડિતાને મલાડ માલવાણી ખાતે તેના પિતરાઈ પાસે જવાનું હતું પણ આરોપીએ પીડિતાને વાકોલા વિસ્તારમાં છોડી દીધી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને તેમની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button