મનોરંજન

શું ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરશે ઓરી! બધા સામે કિસ કરી કબૂલી દિલની વાત

સોશિયલ મીડિયા, રિયાલિટી ટીવી પર્સનાલિટી અને ફેશન દિવા ઉર્ફી જાવેદ અને બોલિવૂડ સેલેબ્સના ફેવરિટ ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી ઘણી વાર સાથે જોવા મળે છે. તેઓ લંચ અને ડિનર ડેટ પર પણ જાય છે. બંને એકબીજાને ઘણા પસંદ કરે છે અને ચાહકોને પણ તેમની જોડી ઘણી પસંદ આવે છે. હાલમાં જ બંને મુંબઇમાં ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. And guess what!બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચોંકી ના જાવ. આ સાચી વાત છે. માત્ર ઉર્ફી જ નહીં, પણ ઓરી પણ ફેશન દિવા ઉર્ફી સાથએ લગ્ન કરવા માગે છે. આ અમે નથી કહેતા, પણ બંનેએ જ જાહેરમાં કહ્યું છે.

આ પણ વાંચો: હેં…ઉર્ફી જાવેદે કરી લીધી સગાઈ ? કોણ છે તસવીરમાં?

ઉર્ફી અને ઓરી હાલમાં ડિનર માટે બહાર નીકળ્યા હતા. ઉર્ફીએ પ્રિન્ટેડ ગ્રીન ડ્રેસ અને વાદળી કલરની હિલ પહેરી હતી. ઓરીએ મરૂન ટી-શર્ટ, મેચિંગ પેન્ટ અને સ્નીકર પહેર્યા હતા. બંનેએ રેસ્ટોરન્ટની બહાર કેમેરા માટે પોઝ આપ્યો હતો. ઉર્ફીએ પણ ઓરીને ગાલ પર કિસ કરી હતી. ઓરીએ પણ હસીને ઉર્ફીને ગળે લગાવી હતી. આ સમયે બંનેએ પાપારાઝી સાથે લગ્ન વિશે વાત કરી હતી. પાપારાઝીઓ દ્વારા જ્યારે ઓરીને પૂછવામાં આવે છે કે શું તે ઉર્ફી સાથે લગ્ન કરશે તો ઓરી કહે છે કે કેમ નહીં, ઉર્ફી સાથે કોણ લગ્ન નહીં કરે? ઉર્ફી પાપારાઝીઓને કહે છે કે તમે મારા લગ્નની ચિંતા શું કામ કરો છો. અને પછી તે ત્યાંથી જતી રહે છે.

તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ ઘણી મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે એકસાથે બે અજાયબીઓ ભેગી આવશે. તો એક નેટિઝને લખ્યું હતું કે આ યોગ્ય જોડી છે. તો વળી અન્ય એકે લખ્યું હતું કે જોડી નંબર વન. કેટલાકે લખ્યું હતું કે બંને એકબીજા માટે યોગ્ય છે,

આ પણ વાંચો: ઉર્ફીનો દસ સેકન્ડનો વીડિયો જોઈ યુઝર્સે કેમ કહ્યું પાર્સલ કરી દો

જ્યારે ઉર્ફી અને ઓરી સાથે જોવા મળે છે, ત્યારે લોકો તેમના લગ્ન વિશે વાત કરતા જોવા મળે છે. ઈન્ટરનેટ પર બંનેને લઈને ઘણી ચર્ચા ચાલતી હોય છે. બંને પણ આ રમુજની મજા ઉઠાવે છે. બંને જાણે છે કે આ માત્ર એક રમુજી વિચાર છે અને લોકો પણ તેનો આનંદ માણે છે. બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે, જે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
ઉર્ફીએ બિગ બોસ ઓટીટી સીઝન વનમાં અભિનયથી જાણીતી થઇ હતી. ઉર્ફી છેલ્લે બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’માં જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…