રવિવારે પણ રેલવે રડાવશે પ્રવાસીઓને, ટ્રેનોના રહેશે રડગાણા, નીકળતાં પહેલાં આ વાંચી લો…
મુંબઈઃ દર રવિવારની જેમ જ મધ્ય રેલવે દ્વારા આ વખતે પણ ટ્રેક, સિગ્નલ મેઈન્ટેનન્સ અને વિવિધ કામ માટે મેગા બ્લોક (Sunday Mega Block News) હાથ ધરવામાં આવશે. જેને કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. આવો જોઈએ આવતીકાલે ક્યાં ક્યાં અને કેટલા સમય માટે હશે મેગા બ્લોક-
મધ્ય રેલવે પર માટુંગા અને મુલુંડ વચ્ચે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી અપ-ડાઉન ફાસ્ટ લાઈન (Matunga-Mulund Up-Down Fast Line) પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે ટ્રેનો આશરે 15થી 20 મિનિટ મોડી પડશે, એવી શક્યતા રેલવે અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
હાર્બર લાઈન (Harbour Line) પર સીએસએમટીથી પનવેલ, બેલાપુર, વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન (CSMT-Panvel, Belapur, Vashi Up-Down Slow Line) પર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી કુર્લા અને પનવેલથી વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બર લાઈન પરથી પ્રવાસ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવાના પ્રવાસીઓને રાહત, નો ડે બ્લોક, ઓનલી નાઈટ બ્લોક
પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્રવાસીઓને આવતીકાલે બ્લોકની ઝંઝટમાંથી રાહત મળશે, કારણ કે આજે રાતે 11.30 કલાકથી વહેલી સવારે 4.45 કલાકની વચ્ચે વસઈ-ભાયંદર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન (Vasai-Bhynder Up-Down Fast Line)પર જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ વિરાર-ભાયંદર, બોરીવલી વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ નાઈટ બ્લોકને કારણે આવતીકાલે એટલે કે રવિવારે પશ્ચિમ રેલવે પર ડે બ્લોક નહીં હાથ ધરવામાં આવે, એવી માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
Also Read –