23 વર્ષ બાદ આ રીતે મળ્યો રૂ. 15 લાખનો હીરાનો હાર
સુરતઃ શહેરના વરાછામાંથી 23 વર્ષ પહેલા રૂ. 15 લાખના હીરાનો હાર લઈ એક હીરા કામદાર ફરાર થયો હતો. આરોપીએ હીરા વેચીને તેના મોજશોખ પૂરા કર્યા હતા. બીજી તરફ જયારે રૂપિયાની જરૂર પડી ત્યારે ફરી ગુજરાતમાં નોકરી માટે આવ્યો હતો. આરોપી વડોદરાના વાઘોડિયાની જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. દરમિયાન આરોપીને વડોદરાથી એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત એસઓજી આરોપી રાજુ લાલબહાદુર ભંડારી (ઉ.વ.49)ના વડોદરાના વાઘોડિયામાં આવેલા એક કારખાનામાંથી આરોપીને ઝડપ્યો છે, આરોપીએ 23 વર્ષ પહેલા વરાછામાંથી હીરાની ચોરી કરી હતી. આ હીરાની કિંમત 23 વર્ષ પહેલા રૂ. 15 લાખ હતી. આરોપીએ હીરા વેચીને તેના મોજશોખ પૂરા કર્યા હતા. તો બીજી તરફ જયારે રૂપિયાની જરૂર પડી ત્યારે ફરી ગુજરાતમાં નોકરી માટે આવ્યો હતો. આરોપી વડોદરાના વાઘોડિયાની જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. દરમિયાન સુરત એસઓજી પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને બાતમીના આધારે તેની ધરપકડ કરતા 23 વર્ષ પહેલા થયેલા હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સુરત પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.