આપણું ગુજરાત

અમરેલીના સુરરગપરામાં બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત

અમરેલીઃ જીલ્લાના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનુ મોત થયુ છે. ગઈકાલે બપોરે બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર વિભાગ અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. 17 કલાકના મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન બાદ અંતે જિંદગી હારી ગઇ છે.

Read This…Good News: 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનો 20 કલાકના ઓપરેશન બાદ બચાવ

અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હતી. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોરમાં ઉતારેલા કેમરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાતા ફાયર વિભાગે રોબોટની મદદથી બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ પ્રયત્ન નિષ્ફળ રહેતા બીજીવાર પ્રયત્ન શરૂ કરાયો હતો. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હતી.

ઘટનાક્રમ મુજબ 108 ટીમને બપોરે 12-46 વાગે કોલ મળ્યો હતો, 01-02 મિનિટ 108 ટીમ પહોંચી હતી, પ્રથમ 108 ટીંમ પહોંચી ત્યારે બાળકીનો અવાજ આવતો હતો. બાદમાં પોણા એક વાગ્યે ફાયર ઇમરજન્સી ટીમે પહોંચી તુરંત કેમેરા શરૂ કર્યા હતા. દોઢ વાગે વહીવટી તંત્રના અધિકારીઓ પોહોંચ્યા અને ત્યારે જ ઓક્સિજન શરૂ કરવામાં આવ્યો હતો. પણ 17 કલાકના મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન બાદ અંતે જિંદગી હારી ગઇ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker