આપણું ગુજરાત

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ; અમદાવાદમાં રોજ રાતે વરસાડી ઝાપટું પ્રસરાવે છે ઠંડક

અમદાવાદ: નૈઋત્યના ચોમાસાની રાજ્યમાં વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે નૈઋત્ય રાજસ્થાનમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ ચૂક્યું છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના નવસારી, અમદાવાદ, ગાંધીનગર, સુરત સહીત સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદ થયો હતો. આ બાદ અમદાવાદ શહેરના પણ ઘણા વિસ્તારોમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં ઘણા દિવસથી રોજ રાતે વરસાદ પડી જતો રહે છે જેના કારણે રાત્રિના સમયે ઠંડકનું વાતાવરણ પ્રસરી જાય છે. એકતરફ આખા દિવસ દરમિયાન ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને બીજી બાજુ તરીના સમયે પડી જતાં વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે અને લોકોને આકરા ઉકળાટથી રાહત મળે છે. આજે બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેના લીધે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.

આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાંઆ વરસાદ નોંધાયો હતો. કચ્છના રાપરમાં આજે વરસાદ પડ્યો હતો. તો રાજકોટમા પણ વરસાદ નૉનડાહ્યો હતો. આજે હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી, મુંજકા ગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે આ વરસાદની વચ્ચે સરપદડ ગામનો પુલ બેસી ગયો હતો અને આઠ ગામોનો વાહનવ્યવહાર અટકી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button