જૈન મરણ
ગોડવાડ ઓસવાલ જૈન
ખોડ (રાજ) હાલ વાલકેશ્ર્વર નિવાસી ગુણવંતીબેન લોઢા અરીહંતશરણ તા. ૧૪/૬/૨૪ શુક્રવારે થયેલ છે. તે મોહનરાજના પત્ની. રતનબેન-બાબુલાલ, દેવીબેન-સ્વ. સુભાષચન્દ્ર, સ્વ. વીણાબેન રમેશચંદ્ર, શકુંતલાબેન-અશોકકુમાર, નીતા-સુરેશકુમાર, અક્કલબેન ગણપતરાજજી સુરાણાના ભાભી. મનીષ, અનીશ, અજીત, સુજીત, અભિષેક, નિશાંત, હર્ષ, લલીતા, કલા, રીન્કુ, સોનાલી, નીતાશાના માતાજી. હર્ષા, મોનિકા, ખુશબુ, સોનમ, પ્રતિષ્ઠા, શિખા, રમેશજી, સતીશજી, વિક્રમજી, જીતેશજી, વિશાલજીના સાસુમાં. પીયર પક્ષ- સ્વ. બાબુલાલજી પ્રેમરાજજી સિરોયા, સ્વ. બાબુલાલજી છગનરાજજી સિરોયા, શ્રી વિનોદકુમારજી ભાગચંદજી, બાલી ભાવયાત્રા શનિવાર, ૧૫/૬/૨૪ સ્થળ શ્રી કચ્છી વીસા મહાજનવાડી, વોલ્ટાસના સામે, ડૉ આંબેડકર રોડ, ચિંચપોકલી ૧૧ થી ૧ રાખેલ છે. બન્ને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે.
પાલનપુરી જૈન
પાલનપુર નિવાસી હાલ બ્રીચકેન્ડી બંસીધર મહેતા તા. ૧૪-૬-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રૂખીબેન અને ચંદુલાલ કક્કલભાઇ મહેતાના સુપુત્ર. તે નૈનાબેનના પતિ. નીરવ અને નેહાલીના પિતાશ્રી. મોના અને અમિષભાઇના સસરા. આશ્કા, અમેયના દાદા. સ્વ. ગુણવંતીબેન અને સ્વ. જયાનંદભાઇ ચીમનલાલ કોઠારીના જમાઇ. મળવાનો સમય: તા. ૧૫-૬-૨૪ના શનિવાર ૧૦થી ૧૧.૩૦ સાંજના ૪.૩૦થી ૬.૩૦, નિવાસસ્થાને ૯/૨૨, શ્યામ નિવાસ, બેન્ઝર સ્ટોર પાસે, બ્રીચ કેન્ડી, મુંબઇ-૪૦૦૦૨૬.
કચ્છી વિશા ઓશવાળ જૈન
હમલા મંજલના પ્રતિક છગનલાલ ગોસર (ઉં.વ. ૪૩) તા. ૧૨-૬ના અવસાન પામેલ છે. મુલબાઇ ચનાભાઇના પૌત્ર. લક્ષ્મીબેન છગનલાલના પુત્ર. નાના રતડિયાના ખેતબાઇ નાગજી વેલજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: છગનલાલ ગોસર, સી/૧, અરિહંત બિલ્ડીંગ, ગોખલે રોડ, મુલુંડ (ઇસ્ટ).
ગુંદાલા હાલે ડોંબીવલીના અ.સૌ. કલ્પના મણિલાલ દેઢિયા (ઉં.વ. ૫૭) તા. ૧૩-૬-૨૪ના અવસાન પામેલ છે. મકાબાઈ જેઠાલાલ નેણશીના પુત્રવધૂ. મણિલાલના ધર્મપત્ની. સાગરના માતુશ્રી. હીરૂબેન દશરથ ઇશ્ર્વરલાલ જાનીના સુપુત્રી. સ્વ. દીનેશ, સ્વ. વાલજી, સ્વ. લક્ષ્મીબેન, ડાયનાના બેન. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર(વે), ટા. ૨.૦૦ થી ૩.૩૦. દેઢિયા, જી-૪૦૧, ગોકુલધામ સોસાયટી, દેસલેપાડા, ડોંબિવલી (ઈ).
લુણીના પ્રદીપ પોપટલાલ શાહ (ગલીયા) (પેણવાલા) (ઉં.વ. ૬૯) તા. ૧૧-૬ના અવસાન પામેલ છે. સુંદરબેન પોપટલાલના પુત્ર. શોભાના પતિ. કેવલ, વિનીતના પિતા. દિપક, દેશલપુર હેમલતા પોપટલાલ, બેરાજા જયા તલક, પત્રી આશા વસંત, તલવાણા સરલા પ્રવિણ, મેરાઉ નીતા દિનેશના ભાઈ. નાની ખાખર પુષ્પાબેન ખુશાલચંદ ખીમજી દેઢિયાના જમાઈ. પ્રા. યોગી સભા ગૃહ, દાદર (સે.રે.). ટા. ૩ થી ૪.૧૫. શ્રધ્ધાંજલિ સભા ૪.૧૫ થી ૪.૩૦. ચક્ષુદાન કરેલ છે. નિ. પ્રદીપ પોપટલાલ શાહ. ઓરાયન પ્લસ, ફલેટ નં – ૭૦૨, ૭મે માળે, વડગાંવ રોડ, પેણ, ૪૦૨૧૦૭.
દશા શ્રીમાળી સ્થા જૈન
ચિતલ નિવાસી હાલ દહિસર સ્વ. કાશીબેન તથા સ્વ. છોટાલાલ ગોપાલજી મહેતાના પુત્રવધૂ અ.સૌ. દક્ષાબેન (શોભાબેન) નીતિનભાઈ મહેતા (ઉં.વ. ૬૫) તે ૭/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દિપાલી ચિરાગ, બીજલ મનન, ધવલ-અ. સૌ. જીજ્ઞાના માતુશ્રી. સ્વ. મુકુંદભાઈ, કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. પુષ્પાબેન શાહ, સ્વ. ઇન્દુબેન મહેતા, સ્વ. ચંદનબેન મહેતા, સ્વ. ભાનુબેન મહેતા, નીતાબેન ગોસલિયાના ભાઈના પત્ની. પિયરપક્ષે વાપીવાળા સ્વ. પુષ્પાબેન તથા સ્વ. દલિચંદ વમળચંદ શાહના દીકરી. ધર્મિષ્ઠા શાહ, હિના શાહ, જયેન્દ્રના બહેન. પ્રાર્થનાસભા ૧૬/૬/૨૪ના ૪ થી ૬. મુક્તિ કમલ હોલ, શ્રી શાંતિનાથ જૈન દેરાસરની બાજુમાં દહિસર ફાટક, દહિસર વેસ્ટ.
વિશા ઓશવાળ સેવા સમાજ જૈન
સમૌ નિવાસી હાલ બોરીવલી મનુભાઈ નાથાલાલ શાહ (ઉં.વ. ૮૬) તે સુશીલાબેનના પતિ. યોગેશ, નિમિષ, નિલેશ, પ્રિતીના પિતા. છાયા, કાશ્મીરા, ધેનુકા, મયંકકુમારના સસરા. સ્વ. પ્રભાબેન, સ્વ. નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ તથા સ્વ. જશવંતભાઈના ભાઈ. સ્વ. જાસુદબેન અમથાલાલ શાહ બામણાસાવાળાના જમાઈ. ૧૨/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૬/૨૪ના ૭ થી ૯. પેરેડાઇઝ બેન્કવેટ હોલ, દૌલત નગર રોડ ન ૧૦, બોરીવલી ઈસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ ગોરેગાવ સ્વ. ચંચળબેન શાંતિલાલ કાળીદાસ શાહના સુપુત્ર સુરેન્દ્રભાઈ (ઉં.વ. ૭૬) તે જૈન સાધ્વીજીશ્રી સંયમરત્નાશ્રીજીના સાંસારિક પતિ. જીનેશરત્નાશ્રીજીના સાંસારિક પિતા. ધવલના પિતા. નૈઋતીના સસરા. સ્વ. ભદ્રાબેન વિનયચંદ્ર, સ્વ. રમાબેન નવનીતલાલ, સ્વ. રમેશભાઈ, મૃદુલાબેન અશોકકુમારના ભાઈ. સ્વ. પન્નાબેન ધીરજલાલ શાહના જમાઈ બુધવાર, તા. ૧૨-૬-૨૪ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
મણીયાતી પાડો હાલ ગોરેગામ, સુભદ્રાબેન કાંતિલાલ શાહના સુપુત્ર નીતિનભાઈ કાંતિલાલ શાહ (ઉં.વ. ૭૮), તા. ૧૪-૬-૨૪ના અરિહંતશરણ પામેલા છે. તે રશ્મિબેનના પતિ. જૈમિક, મિલિન્દ, જેસીકા, ભાવિકા, માનસી અને રિતેશના પપ્પા. સ્વ. હરસુખભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. નિમુબેન, પ્રવિણાબેન, સ્વ. કિરીટભાઈ, સ્વ. શૈલેષભાઈ, મોક્ષ પ્રભવિજયજી મ. સા.ના ભાઈ. સ્વ. પ્રભાવતીબેન વસંતલાલ શાહના જમાઈ. નિલય પ્રિશા પ્રિયાંશના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.