આ કારણે PPE Kit પહેરીને પરિવારે કર્યા અંતિમ સંસ્કાર… જાણો ચોંકાવનારો કિસ્સો
સિંધુદુર્ગઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જ્યારે એક ગામમાં પરિવારના સભ્યો મૃતકની અંતિમસંસ્કારની ક્રિયા શરૂ કરી રહ્યા હતા એ સમયે અચાનક જ મધમાખીઓએ હુમલો કરતાં તેમને ફરજિયાત પીપીઈ કિટ (PPE Kit) પહેરીને અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો હતો.
મશી રહેલી માહિતી અનુસાર પરિવારના સભ્યો અને અન્ય ગામવાસીઓ ગુરુવારે વૈભવવાડી તાલુકાના તીથવલી ગામ પાસે ૭૦ વર્ષીય ખેડૂતના અંતિમ સંસ્કાર કરવા માટે એકઠા થયા હતા, જેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું, ત્યારે મધમાખીઓના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. નજીકના સૂકા લાકડા સળગાવવાથી નીકળતા ધુમાડાને કારણે મધમાખીઓ ઉશ્કેરાઈ ગઈ હતી, એમ એક ગામવાસીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Heat wave: ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હીટવેવ અંગે હવામાન વિભાગનો ચોંકાવનારો અહેવાલ
મધમાખીનો હુમલો ચાલુ હતો અને કેટલાક ગ્રામજનોને ડંખ માર્યો હતો, કોઈએ નજીકના ઉંબર્ડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કર્યો , જ્યાંથી તેઓએ પાંચ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કીટ મેળવી હતી અને અંતિમ સંસ્કાર શરૂ થયાના બે કલાક પછી, મૃતકના પુત્ર અને અન્ય ચાર નજીકના પરિવારના સભ્યોએ પીપીઈ કીટ પહેરીને મુખાગ્નિ (અગ્નિસંસ્કારની વિધિ) પૂર્ણ કરી, પોલીસે જણાવ્યું હતું.