આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદે સરકારનો મોટો નિર્ણય: વારીમાં દરેક દિંડીને 20 હજાર રૂપિયાનું અનુદાન મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : રાજ્યમાં બે અઠવાડિયામાં પંઢરપુર માટે અષાઢી વારી શરૂ થશે. 28મી જૂને સંત તુકારામ મહારાજની પાલખી અને 29મી જૂને મૌલીની પાલખીનું પ્રસ્થાન થશે ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ અષાઢી વારી માટે મોટી જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર વતી વારીમાં દરેક દિંડીને 20 હજાર રૂપિયાનું અનુદાન આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં લેવાયેલા આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

પંઢરપુરની વારીમાં સંત તુકારામ મહારાજ અને સંત જ્ઞાનેશ્વર મહારાજની પાલખીમાં રાજ્યભરમાંથી વારકારી સમાજ ભાગ લે છે. સત્તાવાર રીતે આ પાલખીમાં 1500 દિંડીઓ સહભાગી થતી હોય છે. આ દરેક દિંડીઓને હવે રાજ્ય સરકાર વતી 20 હજાર રૂપિયાનું દાન આપવામાં આવશે. આ દાનનો લાભ પાલખી દરમિયાન રાજ્યના ખેડૂતોને મળશે. આ માટે વ્યસન મુક્તિ વિભાગ તરફથી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અષાઢી વારી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વ્યસન મુક્ત દિંડીનો પ્રચાર અને પ્રસાર કરે છે. વિઠ્ઠલ ભગવાનના પાવન પર્વમાં સરકાર વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા દૂર કરવાના મોટા સામાજિક કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમાંથી વારીની દિંડીઓને 50-50 હજાર રૂપિયાની મદદ આપવાની માંગણી કરવામાં આવી હતી. તેને વિપક્ષનું પણ સમર્થન છે.
વ્યસન મુક્તિ ખાતું મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે હોવાથી તેમણે બંને પાલખીઓમાં દરેક દિંડીને 20 હજાર રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. ત્રણ મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button