આપણું ગુજરાત

ગુજરાતમાં આજથી વરપસાદનું જોર ઘટવાની સંભાવના


ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો તેના પછી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી પાડી છે. ફરી એકવાર મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે જળાશયો પણ છલકાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવી જાહેરાત કરી છે. જ્યારે કચ્છ અને દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરષ્ટ્રના અમુક ભાગોમાં છૂટછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. અમુક તાલુકામાં નોંધપાત્ર વરસાદ થઈ શકે છે, તેમ જાણવા મળ્યું છે.
ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ આખો ઑગસ્ટ મહિનો કોરો ગયો હતો. સખત ગરમી અને પાણીના અભાવે ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતામાં હતા. સપ્ટેમ્બર મહિનાના બીજા પખવાડિયાથી ભારે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર પાણીનો સંચય થયો છે. જોકે નર્મદાના દરવાજા ખોલવાની ફરજ પડતા ભરૂચ સહિતના જિલ્લામાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન ગયું હોવાના અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં સારો એવો વરસાદ થઈ ચુક્યો છે. આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 99.73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે 54 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button