આપણું ગુજરાત

જામનગરમાં EPFOઓ અધિકારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા

જામનગરઃ શહેરમાં આવેલા EPFOઓ કચેરી(Jamnagar EPFO) ખાતે દરોડા પાડી CBIએ એન્ફોર્સમેન્ટ ઓફિસર, વચેટિયા અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીઓને રૂ. 1.10 લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે. પેન્ડિંગ EPF સંબંધિત મુદ્દાઓ માટે લાંચ માગણીની ફરિયાદના આધારે CBIએ કાર્યવાહી હાથ ધરી હતી. CBI દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના આંગણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

Read more: Rajkot અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોક જાડેજા પોલીસ સમક્ષ હાજર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ CBI એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈપીએફઓ, જામનગરને ત્યાં છટકું ગોઠવીને કન્સલ્ટન્ટ અને વચેટિયા તેમજ મીઠાપુર સ્થિત કન્સલ્ટન્ટના પુત્ર દ્વારા ફરિયાદીની પેઢીના ભાગીદાર પાસેથી રૂ. 1.10 લાખની ગેરકાયદેસર રીતે લાંચ લેતા પકડી પાડયા હતા. CBIએ એન્ફોર્સમેન્ટ ઓફિસર એન.સી. નથવાણી, ઇપીએફઓ-જામનગર ઉપરાંત સલાહકાર/મીડલમેન એચ.કે. ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી સહિત ત્રણ આરોપીને લાંચ સ્વીકારતી વેળા પકડી પાડ્યા હતા.

Read more: સરકારી સ્કૂલ ચલે હમ:ગરીબી કે સુવિધાઃ અમદાવાદમાં છેલ્લાં ૧૦ વર્ષમાં 55,000 બાળકો ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા

CBIએ ફરિયાદના આધારે આરોપી ઈપીએફઓ જામનગરના એન્ફોર્સમેન્ટ ઓફિસર અને દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના કન્સલ્ટન્ટ સામે કેસ દાખલ કર્યો છે. તેમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફઓ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button