નારદ મુનિ એટલે ‘જીવણ’ની વણ કહી વાતો
ફોકસ -કૈલાશ સિંહ
‘ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન’ દૂરદર્શન પર પ્રસારિત થતો તબસ્સુમનો ક્લાસિક ટોક શો હતો. તેમાં જ્યારે એકવાર અભિનેતા જીવન આવ્યા હતા, ત્યારે તબસ્સુમને તેમની પાસેથી જાણવા મળ્યું કે તેમણે પૌરાણિક ફિલ્મોમાં નારદ મુનિનું પાત્રની કેટલી વાર નિભાવ્યું છે. તબસ્સુમને અંદાજ હતો કે ૪૦ વાર નિભાવ્યુ હશે, પરંતુ જીવને ગર્વ અને ગંભીરતા સાથે કહ્યું ‘વાસ્તવમાં ૪૯ વાર’. પછી પોતાની મસ્તીની અદામાં કહ્યું, ‘આ રેકોર્ડ તૂટે કે બની રહે તેની હું ક્યારેય ચિંતા નથી કરતો’. પરંતુ મારા મતાનુસાર આ ફિલ્મોમાં મેઁ મહામુની ઘણી પબ્લિસિટી કરી દીધી. મહાભારત, રામાયણ અને પૌરાણિક લોકકથાઓના એક ભાગ એવા સંગીતના કથાકાર નારદ મુનિ ના પાત્રને મોટા પડદા પર જીવને એટલી સારી રીતે ભજવ્યું છે કે એકવાર મરાઠી ન્યૂઝપેપરે લખ્યું હતું કે, જો સ્વયં નારદ મુનિ પૃથ્વી પર આવી જીવનની જેમ નારાયણ નારાયણ નહીં કહે તો લોકો તેમને નકલી સમજશે.
જીવન માત્ર ફિલ્મી નારદ મુનિ ન હતા. તેઓ હિન્દી સિનેમાના સૌથી આયકોનિક વિલન પણ હતા. જીવનનો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૯૧૫ના રોજ શ્રીનગરના એક કશ્મીરી પંડિત પરિવારમાં ઓંકારનાથ ડારના રૂપે થયો હતો. તેમના પિતા ગિલગિટના (જે હવે પીઓકેમાં છે) ગવર્નર હતા.(અમુક રિપોર્ટ્સ અનુસાર તેમના દાદા ગવર્નર હતા) ૨૩ ભાઇ બહેનો સાથેનું જીવનનું બાળપણ કષ્ટોથી ભરેલું હતું. બાળકને જન્મ આપતી વખતે તેમની માતાનું અવસાન થયું અને જ્યારે તેઓ માત્ર ૩ વર્ષના હતા ત્યારે તેમના પિતા પણ ગુજરી ગયા. એક ફોટોગ્રાફર બનવાનું જીવનનું સપનુ હતું. જેને પૂર્ણ કરવા માટે તેઓ ૧૮ વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને બોમ્બે (મુંબઈ) આવી ગયા. તેમના ખિસ્સામાં ૨૬ રૂપિયા હતા, જે એક જમાના પ્રમાણે ઘણી સારી રકમ હતી. તેમને આશા હતી કે તેઓ ફોટોગ્રાફીમાં નિપુણતા મેળવી લેશે અને પછી કાશ્મીર જઈને પોતાની નાની ફોટોગ્રાફીની દુકાન ખોલશે.
બોમ્બેમાં રખડ્યા બાદ તેમના દૂરના સંબંધીઓની મદદથી ડાયરેક્ટર મોહન સિન્હાના સેટ પર જીવનને એક કામ મળ્યું. તેમનું કામ લાકડાના ટુકડા પર સિલ્વર પેપર લગાડવાનું હતું, જેથી તેને ટેમ્પરરી લાઈટ રિફ્લેક્ટર તરીકે વાપરી શકાય. જેના કારણે સેટ પર જીવનનું નામ ‘રિફ્લેક્ટર બોય’ પડી ગયું. જીવન પોતાનું કામ ખાસ અંદાજથી કરતા. તેમણે દિગ્દર્શક મોહન સિન્હાનું ધ્યાન ખેંચ્યું અને તેમણે જીવનને થોડા ડાયલોગ બોલવા માટે કહ્યું. તેમણે પંજાબીમાં ‘હીર રાંઝા’ના ડાયલોગ બોલ્યા. તેમની સ્ટાઇલ પસંદ આવી અને ૧૯૩૫માં જીવનને ફિલ્મ ‘ફેશનેબલ ઈન્ડિયા’માં પહેલો રોલ મળ્યો. જીવનની ખૂબ જ અનોખી શૈલી જે દરેક ફિલ્મ સાથે ખીલવા લાગી અને એક અભિનેતા તરીકે તે તેમના પાત્ર અને ઓળખનો એક હિસ્સો બની ગઈ.
જીવનના પુત્ર કિરણ કુમાર જે પોતે એક અભિનેતા છે, તેમના પિતાની અનોખી શૈલીને ગર્વથી યાદ કરતા કહે છે ‘મારા પિતા સ્કૂલ ઓફ સ્ટાઇલના માસ્ટર હતા. તેઓ તેમનાં પાત્રોને
એક ખાસ શૈલીમાં રજૂ કરતા હતા
અને તેમની ભૂમિકાઓમાં તેમની
શૈલીની છાપ છોડતા હતા. મેં ક્યારેય તેમની નકલ કરી નથી, પરંતુ તેમના
ઘણા કર્મચારીઓએ કરી હતી. તેઓ પણ મારા પપ્પાની કૃપાથી સારું કામ કરી
રહ્યા છે.’
કિરણ કુમાર કહે છે કે તેમના પિતાએ કુલ ૬૧ વખત નારદ મુનિની ભૂમિકા ભજવી હતી, જે વિશ્ર્વ સિનેમામાં સૌથી વધુ છે. નારદ મુનિની સાથે જીવન સૌના પ્રિય વિલન પણ બની ગયા. તેમની સમગ્ર કારકિર્દીમાં, તેમણે ખલનાયકની અસંખ્ય ભૂમિકાઓ ભજવી, ક્યારેક પોતાની ખાસ શૈલીમાં, તેઓ ‘અમર અકબર એન્થની’ (૧૯૭૭) માં રોબર્ટ બન્યા, ક્યારેક ‘કાનૂન’ (૧૯૬૦) માં જટિલ ઉદાસી વ્યક્ત કરી, તો ક્યારેક દિલીપ કુમારની ‘મેલા’ (૧૯૪૮)માં નાલાયક પણ બન્યા. જીવનની કોમિક ટાઈમિંગ પણ અદભૂત હતી, જેને ૧૯૭૩માં ‘તીન ચોર’માં જોઈ શકાય છે. પરંતુ કિરણ કુમારને ખાસ કરીને ‘કોહિનૂર’ (૧૯૬૦)માં તેના પિતાના અભિનય પર ગર્વ છે. આ ફિલ્મમાં જીવન અને દિલીપ કુમાર એકબીજાની નકલ કરે છે અને તેમને લાગે છે કે તેઓ અરીસામાં જોઈ રહ્યા છે, વાસ્તવમાં બંને સામસામે હોય છે.
કિરણ કુમારના મતે, આ ભારતીય સિનેમાનાં સૌથી યાદગાર દ્રશ્યોમાંથી એક છે. તેમના ચાર દાયકાની કારકિર્દીમાં જીવને ૩૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ પરદા પર ભલે વિલનની ભૂમિકામાં આવ્યા હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં લોકોની ઘણી મદદ કરતા હતા, ખાસ કરીને ગરીબ બાળકોને શિક્ષણ આપવાના સંદર્ભમાં.
જીવનની છેલ્લી ફિલ્મ ‘ઈન્સાફ કી મંઝિલ’ હતી જે ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. જીવનનું ૧૦ જૂન ૧૯૮૭ના રોજ મુંબઈમાં ૭૧ વર્ષની વયે અવસાન થયું.