મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. દેવકાબેન તથા સ્વ. કાનજીભાઇ વલ્લભજીભાઇ પોપટના પૌત્ર અને સ્વ. શાંતાબેન તથા સ્વ. ધનજીભાઇ કાનજીભાઇ પોપટના પુત્ર પરેશભાઇ (ઉં. વ. ૬૩) ગામ ભુજ કચ્છ હાલ ઉલવે નવી મુંબઇ તા. ૧૨-૬-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાવિત્રીબાઇ તથા સ્વ. હીરજી રણછોડદાસ દાવડાના જમાઇ.પુષ્પાબેનના પતિ. તે નીલમબેન, સ્વ. ગીતાબેન, ગં. સ્વ. ચંદ્રીકાબહેન હિતેશભાઇના ભાઇ. તે વિકી અને જયના પિતાશ્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર,તા. ૧૪-૬-૨૪ના ૪થી ૫.૩૦.ઠે. ગોપુરમ હોલ ગ્રાઉન્ડ ફલોર, આર. પી. રોડ, મુલુંડ. અવયવ દાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે, બહેનોએ તેજ દિવસે આવી જવું.

ઘોઘારી લોહાણા
મૂળગામ વલસાડ નિવાસી હાલ કાંદિવલી નીતિનભાઈ વસાણીના ધર્મપત્ની અ.સૌ. રેખાબેન (ઉં.વ. ૬૬) તે ૧૨/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચિંતનના માતુશ્રી. વિરલના સાસુ. સ્વ. લલીતાબેન લક્ષ્મીદાસ ઠકરારના દીકરી. સ્વ.ગોદાવરીબેન નાનજીભાઈ વસાણીના પુત્રવધૂ. પ્રાર્થનાસભા ૧૪/૬/૨૪ના શુક્રવાર ૪ થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વિ. રોડ કાંદિવલી વેસ્ટ.

સિદ્ધપુર વિશા દિશાવળ
હાલ બોરીવલી નિવાસી સ્વ. અનિરૃદ્ધ ભગવાનદાસ શાહના ધર્મપત્ની ગં.સ્વ. સરોજબેન શાહ (ઉં.વ. ૮૦) તે ૧૧/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે દિલીપભાઈ, આશાબેન, કનુભાઈના માતુશ્રી. છાયા, માયા તથા દેવાંગકુમાર શાહના સાસુ. મીનાક્ષી ચીમનલાલ મહેતા, જ્યોત્સ્નાબેન જગદીશભાઈ શાહ, કમલેશ-વર્ષાના ભાભી. પિયરપક્ષે સરઢવ નિવાસી સ્વ. નંદલાલ લક્ષ્મીચંદ શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૬/૨૪ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, બીસીસીઆય ગ્રાઉન્ડની સામે, પાવનધામ માર્ગ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુરતી દરજી
સુરત નિવાસી હાલ દહિસર જયશ્રીબેન નારાયણસિંહ સુરતી (ઉં.વ. ૬૦) તે ૫/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. સુશીલાબેન તથા સ્વ. નારણસિંહ નરસીહસિંહ સુરતીના દીકરી. કમલેશભાઈના બહેન. મોસાળપક્ષે રમેશભાઈ પોપટલાલ સોલંકી બોરીવલીના ભાણેજ. ગીતા બિપીનચંદ્ર સુરતીના ભત્રીજી. પ્રાર્થનાસભા ૧૬/૬/૨૪ના ૩.૩૦ થી ૫.૦૦. વિષ્ણુ મંદિર, મીરા ગાવઠન, ચેકનાકા પાસે, દહિસર ઈસ્ટ.

દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
પાલીતાણા નિવાસી હાલ બોરીવલી અ.સૌ. લલીતાબેન તથા શ્રી રજનીકાંત ધનજીભાઈ પીઠડીયાના પુત્રવધૂ ઉષાબેન જસ્મીનભાઈ પીઠડીયા (ઉં.વ. ૪૬) તે ૮/૬/૨૪ના અમદાવાદ અવસાન થયેલ છે. તે પ્રિયલ ક્રિષ્નકુમાર ગોહિલ, જીલના માતુશ્રી. રાજેશભાઈ, દિપેશભાઈ તથા રીનાબેન પ્રકાશકુમાર ચાવડાના ભાઈના પત્ની. ગામ શાખપર નિવાસી હાલ અમદાવાદ સ્વ. લીલાબેન તથા શ્રી બચુભાઈ મોહનભાઇ હિંગુના દીકરી. નરેશભાઈ તથા ગં. સ્વ. દક્ષાબેન કિશોરકુમાર ગોહિલના બહેન. પ્રાર્થનાસભા ૧૪/૬/૨૪ના શુક્રવાર ૪ થી ૬. શ્રી દેસાઈ સઇસુથાર જ્ઞાતિવાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, કાંદિવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

મેઘવાળ
ગામ અકવાડા-ભાવનગર હાલ મુંબઈ-ટિળકનગર નિવાસી મણિબેન મૂળજી પડાયા (ઉં.વ. ૮૩) શુક્રવાર, ૭-૬-૨૪ના રામચરણ પામ્યાં છે. તેઓ મહેન્દ્રભાઈ, શોભનાબેન, સ્વ. ગંગાબેન, સ્વ. વસંતભાઈ, પુષ્પાબેન, હિરલબેનનાં મમ્મી; દીપકભાઈ વાણિયા, પ્રેમિલાબેનનાં સાસુમા; માનસીબેનનાં નાની સાસુમા; શ્રેયાંસ, રોહનનાં નાની. બારમાની વિધિ ૧૪-૬-૨૪ શુક્રવારના સાંજે પાંચ કલાકે, કેદારનાથ મંદિર હૉલ, કાજરોળકર સોસાયટી, આઇસીઆઇસીઆઇ બૅન્કની પાસે, નહેરુનગર, કુર્લા-વેસ્ટ. બારમાની વિધિ ઘરે કરવામાં આવશે.

કચ્છી ભાટિયા (અંજારીયા)
સ્વ. ભાવનાબેન (ઉં. વ. ૬૭) તે પ્રદીપ વલ્લભદાસ આશરના ધર્મપત્ની. તે સ્વ. વીરમતી વલ્લભદાસ આશરના પુત્રવધૂ. સ્વ. મેનાબેન વલ્લભદાસ બજરીયાના સુપુત્રી. મોનિકા મિહિર, રીના કેતન, યેશા ધ્રુવના માતુશ્રી. તે ઉમા નિલેશ, સોનલ વિજય, પ્રવિણા વલ્લભ, પન્ના પ્રકાશ, બીના કેતનના ભાભી. અંકિતા તિમિર, નમ્રતા મીત, ઉમંગ, રાજના કાકી. રિદાંશના દાદી. તા. ૧૨-૬-૨૪ના બુધવારના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૬-૨૪ના શુક્રવારના ૫થી ૬.૩૦. ઠે. પાટીદાર વાડી, બીજે માળે, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વે), લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાનુશાળી
સ્વ. અ. સૌ. મનીષાબેન પદમશીભાઇ કલ્યાણજી ગજરા નાની વમોટી (ઉં. વ. ૫૫), સોમવાર તા. ૧૦-૬-૨૪ના મુંબઇ મધ્યે ઓધવશરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સાસુ-સસરા ગં. સ્વ. કુંવરબાઇ કલ્યાણજી, મોટાસાસુ-સસરા ગં. સ્વ. મોંઘીબેન કાનજીભાઇ, સ્વ. મણીબેન, સ્વ. મંગલદાસ. પતિ પદમશીભાઇ, જેઠાણી-જેઠ મીતાબેન લાલજીભાઇ, દેવરાણી-દેવર કૌશલ્યાબેન નરેશભાઇ, પુત્રવધુ-પુત્ર તન્વીબેન દિપેન, સોનલબેન રોનક, અર્ચનાબેન નિમેશ, વૈશાલીબેન રાહુલ. ઠે. ૧લે માળે, ભાનુશાલી નગર, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ), શનિવાર, તા. ૧૫-૬-૨૪ના ૪થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સઇ-સુથાર જ્ઞાતિ
હળવદ નિવાસ હાલ મુલુંડ સ્વ. ચંપાબેન કરસનદાસ ચૌહાણના પુત્ર વિજયભાઇના ધર્મપત્ની અ. સૌ. દીનાબેન (ઉં. વ. ૬૩) તે સમીર અને કૌશિકના માતુશ્રી. નિધિ અને જાનવીના સાસુ. સ્વ. નગીનભાઇ, ઝવેરભાઇ, સ્વ. દયાબેન, કોકીબેન, મંજુલાબેનના નાનાભાઇના પત્ની. ભડલી નિવાસી સ્વ. શાંતિલાલ કાનજીભાઇ પરમારની સુપુત્રી તા. ૧૨-૬-૨૪ના બુધવારે રામચરણ પામ્ય છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૪-૬-૨૪ના શુક્રવારે ૪થી ૬. ઠે. સમૃદ્ધિ બેન્કવેટ, બીજા માળે, સમૃદ્ધિ કર્મશિયલ કોમ્પ્લેકસ, મદનમોહન માલવીયા રોડ, ફેમેલીટ્રી રેસ્ટોરન્ટની ઉપર, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક
બીલા નિવાસી હાલ મુંબઇ કનૈયાલાલ નંદલાલ શ્રીમાંકર (ઉં. વ. ૭૭) તે કિરણબેનના પતિ. રમણીકભાઇ, હસમુખભાઇ, સ્વ. બળવંતભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. દયાબેન અનંતરાય તલાટી, ગં. સ્વ. મંગળાબેન ચંપકલાલ મુંજયાસરા, ગં. સ્વ. ચેતના મુકેશ ગાંધીના ભાઇ. સ્વ. ચત્રભુજ વિઠ્ઠલદાસ ગગલાણીના ભાણેજ. સ્વ. ધનલક્ષ્મી તથા સ્વ. કપૂરચંદ હરખચંદ લોટીયાના જમાઇ. સ્વ.શશીકાંત રતિલાલ વખારિયાના બનેવી. મંગળવારના તા. ૧૧-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત