Auron Mein Kahan Dum Tha Trailer રિલીઝ
અજય દેવગન અને તબ્બુની જોડી બોલિવૂડની હીટ ઓનસ્ક્રીન જોડી ગણાય છે. જ્યારે પણ બંને સ્ક્રીન પર એકસાથે આવે છે ત્યારે તેઓ પ્રેષકો ખુશ થાય છે. 90ના દાયકામાં અજય અને તબ્બુ ઘણી ફિલ્મોમાં સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. હાલમાં તેઓ ‘દ્રશ્યમ’ સાથે ચોર અને પોલીસનની આંટીઘુંટીમાં અટવાયેલા હતા, પરંતુ હવે આ બંને ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળવાના છે. તેની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
થોડા સમય પહેલા અજય દેવગન અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’નું ટીઝર રિલીઝ થયું હતું. આ કારણે આ જોડીને ફરીથી સાથે જોવાની ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. હવે ટ્રેલર સાથે મેકર્સે ફેન્સની ઉત્તેજના વધારી દીધી છે.
લરની શરૂઆતમાં એક યંગ કપલને દરિયા કિનારે બેસીને વાતો કરતા જોવા મળે છે. છોકરીએ છોકરાના ખભા પર માથું ટેકવ્યું છે. તે છોકરાને પૂછે છે- ‘કૃષ્ણ, આપણને કોઈ અલગ નહીં કરેને?’ આના જવાબમાં કૃષ્ણ કહે છે- ‘મે તપાસ કરી, હજુ સુધી કોઈનો જન્મ થયો નથી. જો કોઈ પ્રયત્ન પણ કરશે તો દુનિયાને આગ લગાવી દઈશ.
આ પણ વાંચો: અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો
આ પછી તમે અજય દેવગનને કૃષ્ણના રોલમાં જેલમાં જુઓ છો. કૃષ્ણા પર બે હત્યાનો આરોપ છે અને તે 22 વર્ષથી જેલના સળિયા પાછળ છે. તે બહારની દુનિયા માટે તૈયાર નથી અને તેનો પ્રેમ (તબ્બુ) પળપળ તેની રાહ જોઈ રહ્યો છે. 22 વર્ષ પછી જ્યારે તે જેલમાંથી બહાર આવે છે અને ઘરે જાય છે ત્યારે તેને તેના પ્રેમને મળવાનો મોકો મળે છે.
પરંતુ 22 વર્ષમાં વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે તેનો પ્રેમ કોઈ બીજાની પત્ની બની ગઇ છે. આવી સ્થિતિમાં ક્રિષ્ણા તબ્બુના પતિ જીમી શેરગિલને મળે છે. માત્ર તે જ જાણે છે કે 22 વર્ષ પહેલા શું થયું કે કૃષ્ણએ બે લોકોના જીવ લીધા. તે કહે છે કે તેનું મન ઠીક નથી. હવે જ્યારે તે આટલા લાંબા સમય પછી પાછો આવ્યો છે, ત્યારે તેને બધું અલગ જ લાગી રહ્યું છે. પરંતુ તેનો પ્રેમ હજુ પણ એવો જ છે. આવી સ્થિતિમાં, તમે અજય દેવગન અને તબ્બુને પડદા પર રોમાન્સ કરતા જોશો.
‘ગંગુબાઈ’ ફેમ શાંતનુ મહેશ્વરી યંગ કૃષ્ણાના રોલમાં છે અને તેની સાથે સાઈ માંજરેકર જોવા મળશે. જીમી શેરગીલનું પાત્ર ફિલ્મમાં ટ્વિસ્ટ લાવી શકે છે. ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’નું ટ્રેલર રોમાંસની સાથે સાથે સસ્પેન્સથી પણ ભરપૂર છે. કૃષ્ણના પાત્રનું સત્ય શું છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેને તેના અધૂરા પ્રેમને પૂરો કરવાનો મોકો મળશે કે નહીં, આ બધું ફિલ્મમાં જોવાનું રહેશે. તબ્બુ સાથે રોમાન્સ કરવાની સાથે અજય દેવગન ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ પાંચ જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. જોવાનું ભૂલતા નહીં…