મુંબઇ: સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને નારી શક્તી વંદન કાયદો એવું નામ આપવામાં આવ્યું છે. તેથી હવે આવનારા સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે. જેમાં લોકસભાની વાત કરીએ તો 543માંથી 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જ્યારે રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકોમાંથી 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
નારી શક્તી વંદન કાયદાને કારણે લોકસભા અને વિધાનસભાની બેઠકોનું ગણીત બદલાશે. જેને કારણે લોકસભા અને વિધાનસભામાં દર ત્રણ સભ્યએ એક મહિલા હશે. આ કાયદાના અમલ મુજબ લોકસભાની 543 બેઠકોમાંથી 181 બેઠકો મહિલાઓ માટે અનામત હશે. હાલમાં માત્ર 82 મહિલા સાંસદ છે. આ બિલ લાવવાનું એક માત્ર કારણ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં મહિલાઓ માટે 96 બઠકો અનામત હશે. જ્યારે વિધાનપરિષદ માટે આ કાયદો લાગૂ નહીં થાય.
હાલમાં લોકસભામાં 84 બેઠકો અનુસૂચિત જાતી અને 47 બેઠકો અનુસૂચિત જનજાતી માટે અનામત છે. જોકે નવા બિલ અનુસાર અનુસૂચિત જાતીની 28 બેઠકો જ્યારે અનુસૂચિત જનજાતીની 16 બેઠકો મહિલાઓ માટે અનામત હશે.
મહિલા અનામત બિલ મુજબ મહિલાઓ માત્ર તેમના માટે અનામત બેઠક પરથી જ ચૂંટણી લડી શકશે એમ નથી મહિલાઓ તેમના માટે અનામત ન હોય એવી બેઠક પરથી પણ ચૂંટણી લડી શકશે.
આ બિલમાં ઓબીસી મહિલાઓ માટે અલગ અનામત આપવામાં આવ્યું નથી. નોન રીઝર્વ અથવા તો મહિલાઓ માટે અનામત બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકશે.
ક્યાં રાજ્યમાં મહિલા અનામતની કેટલી બેઠકો
રાજ્ય | વિધાનસભા બેઠક | મહિલા અનામત બેઠક |
આંધ્ર પ્રદેશ | 175 | 58 |
મધ્ય પ્રદેશ | 230 | 77 |
મણિપુર | 60 | 20 |
ઓડિશા | 147 | 49 |
દિલ્હી | 70 | 23 |
નાગાલેન્ડ | 60 | 20 |
મિઝોરમ | 40 | 13 |
પોંડીચેરી | 30 | 10 |
પંજાબ | 117 | 39 |
રાજસ્થાન | 200 | 67 |
સિક્કિમ | 32 | 11 |
તમીલનાડૂ | 234 | 78 |
તેલંગણા | 119 | 40 |
ત્રિપુરા | 60 | 20 |
પશ્ચિમ બંગાળ | 294 | 98 |
મહારાષ્ટ્ર | 228 | 96 |
કેરલ | 140 | 47 |
મેઘાલય | 60 | 20 |
અરુણાચલ પ્રદેશ | 60 | 20 |
અસમ | 126 | 42 |
બિહાર | 243 | 81 |
છત્તીસગડ | 90 | 30 |
ગોવા | 40 | 13 |
ગુજરાત | 182 | 61 |
હરિયાણા | 90 | 30 |
કર્ણાટક ઝારખંડ | 224 82 | 75 27 |