નેશનલમનોરંજન

‘Thappad’કાંડ બાદ સાંસદ, અભિનેત્રી Kangana Ranaut શાંતિની શોધમાં આ ક્યાં પહોંચી?

હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી-2024માં જિત મેળવીને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood actress and newly appointed mp Kangana Ranaut) કોઈમ્બતુર ખાતે આવેલા સદગુરુના આશ્રમ પહોંચી હતી. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં કંગના સદ્ગુગુરુના આશિર્વાદ લેતી અને કેમ્પસમાં લટાર મારતી જોવા મળી રહી છે. જોકે, આ પહેલાં કંગના આદિયોગી (Aadiyogi) પહોંચી હતી.

અહીંયા તમારી જાણ માટે કે વિવાદોની ક્વીન કંગના રનૌત એકદમ આધ્યાત્મિક પર્સનાલિટી ધરાવે છે અને તે અવારનવાર મંદિરની મુલાકાતો લેતી નજરે પડે છે. આ ઉપરાંત તેને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે સદગુરુના આશીર્વાદ લેવા પહોંચે છે. હાલમાં એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલા ફોટોમાં તે સદગુરુ ખુરશી પર બેઠેલી જોવા મળે છે. એક્ટ્રેસના આ ફોટો તેના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.

આ પણ વાંચો : Kangana Ranautના ‘Thappad’કાંડઃ ઘટનાની બીજી બાજુ રજૂ કરતાં બોલીવૂડના આ Khanએ કર્યા સવાલો…

કંગનાની આ સ્પિરીચ્યુલ વિઝિટને નેટિઝન્સ ચંદીગઢના થપ્પડકાંડ સાથે પણ કનેક્ટ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે કંગના આંતરિક શાંતિની શોધમાં સદગુરુને મળવા પહોંચી હતી. જોકે, આ બાબતે કંગના કે તેની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે કંગના રનૌત સાંસદ બન્યાના બીજા જ દિવસે ચંદીગઢથી દિલ્હી જવા રવાના થયેલી એક્ટ્રેસને એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડે લાફો મારી દીધો હતો અને આ ઘટનાનો ખાસ્સો એવો હોબાળો પણ મચ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત (Kangana Ranaut)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઇમરજન્સી’ (Film Emergency) રિલીઝ થવાની બાકી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button