Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં કાળઝાળ ગરમી (Heatwave)પડી રહી છે, હવે લોકો વરસાદના અમી છાંટણાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી અને બફારાથી રાહત માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ, 24 કલાકમાં જ ચોમાસું નબળું પડ્યુ છે. મંગળવારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હતું, જે બુધવારે સુધીમાં નબળું પડી ગયુ હતું. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
Read more: રાજકોટ અગ્નિકાંડઃ સરકાર-તપાસ સમિતિ પર કૉંગ્રેસના ગંભીર આરોપ, 25મીએ રાજકોટ બંધનું એલાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે આપેલી માહિતી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોમાસું થોડું નબળું પડ્યુ છે. જેના કારણે ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.
Read more: Flower price in Ahmedabad: અમદાવાદમાં તહેવારોની સીઝન પહેલા ફુલોની મહેક મોંઘી થઈ
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની શક્યતા છે. IMDએ કહ્યું કે ચોમાસું 16-18 જૂન સુધીમાં બિહાર અને ઝારખંડ, 20-30 જૂન સુધી ઉત્તર પ્રદેશ અને 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચે એવું અનુમાન છે.