સ્પેશિયલ ફિચર્સ

Life Insurance Policy સરેન્ડર કરવા પર વધુ પૈસા મળશે, IRDAIનો નિર્ણય

જીવન વીમા કંપનીઓના ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો કોઈ ગ્રાહક પોલીસીને ખરીદવાના થોડા મહિનાઓ બાદ તેને રદ કરવાનું નક્કી કરે છે તો હવે તેને વીમા કંપની પાસેથી વધુ પૈસા મળશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ જીવન વીમા પોલિસી માટેની સ્પેશિયલ સરેન્ડર વેલ્યુની મોટાભાગની દરખાસ્ત લાગુ કરી લીધી છે ગયા મહિને તેની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે જીવન વીમા કંપનીઓએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.

IRDAIના આ નિર્ણયનો અર્થ એ છે કે જીવન વીમા કંપની પાસેથી પોલીસી ખરીદ્યા બાદ જો ગ્રાહકને લાગે છે કે પોલીસી સારી નથી અથવા તો કોઈ પણ કારણસર તે પ્રીમિયમ ચૂકવવા માટે સક્ષમ નથી, એવા સમયે જો તે પોલીસી સરેન્ડર કરશે તો તેને વધુ પૈસા મળશે. અત્યાર સુધી જે નિયમ અમલમાં હતો તે મુજબ જો એક બે વર્ષ પછી આ પોલીસી surrender કરવામાં આવે કે બંધ કરવામાં આવે તો ગ્રાહકને મોટું નુકસાન જતું હતું. ગ્રાહકને તેણે ચૂકવેલા પ્રીમિયમનો નજીવો ભાગ જ પાછો મળતો હતો.

આ પણ વાંચો : અનિલ અંબાણીના હાથમાંથી નીકળી જશે આ ત્રણ કંપની….. ખરીદનાર કોણ છે તે જાણો…

જીવન વીમા કંપનીના એક અધિકારીઓ જણાવ્યું હતું કે હવે પોલિસીધારકોને પોલીસે સરેન્ડર કરવા પર પહેલા કરતા વધુ પૈસા મળશે. એવું જોવામાં આવ્યું છે કે ઘણા પોલીસીધારકો પોલિસી ખરીદ્યાના થોડા સમય બાદ પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે છે. એવા લોકોને હવે ફાયદો થશે. જો તમે શરૂઆતના વર્ષોમાં પોલિસી બંધ કરશો તો તમને ઘણો ફાયદો થશે. પણ જો તમે પોલિસીને પછીથી બંધ કરશો તો તમને થતો ફાયદો શરૂઆતના વર્ષો કરતા ઓછો હશે.

વીમા નિયમનકાર IRDAIનું આ પગલું પોલિસીધારકોના હિતમાં છે, જ્યારે તે જીવન વીમા કંપનીઓ માટે નુકસાનકારક છે. જીવન વીમા કંપનીઓએ IRDAIની દરખાસ્તમાં ઘણા ફેરફારો કરવાની ભલામણ કરી હતી, પરંતુ IRDAIએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે IRDAI દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ જો કોઈ પોલિસીધારક એક વર્ષમાં 10,000 રૂપિયાનો પ્રીમિયમ ચૂકવે અને ત્યારબાદ તે પોલિસી સરેન્ડર કરે તો પોલિસીધારકને 78% રકમ પરત મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button