જૈન મરણ
પેટલાદ નિવાસી, હાલ કાંદિવલી સિતેનભાઈ ભૂરાલાલ શાહ (ઉં. વ. ૬૫) તે સુનિતાબેનના પતિ. સોહિલના પિતાશ્રી. વિભૂતિના સસરા. તે સ્વ. અરૂણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, અમીતાબેન, અર્પણાબેનના ભાઈ. તેમજ સ્વ. ભરતકુમાર, સ્વ. પ્રવિણકુમાર, મનિષકુમારના સાળા તેમજ ચીમનલાલ કસ્તુરચંદ શાહના જમાઈ ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: રૂબી ગોલ્ડ બીલ્ડીંગ, કનકશ્રી હોલની સામે, અશોક ચક્રવર્તિ રોડ, કાંદિવલી (ઈ).
વિશા પોરવાળ ઈકોતેર જૈન
ડાભલા નિવાસી, હાલ ગોરેગાંવ સ્વ. વિરબાળાબેન સેવંતીલાલ છોટાલાલ શાહના સુપુત્ર નરેન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૭૨) ૧૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેન, અનિલાબેનના પતિ. દેવાંગભાઈ-જાગૃતિબેનના મોટા ભાઈ. દર્પિલ-દિયા, દર્શન-માનસી, માનસી-મિલનકુમારના પિતાશ્રી. દિવ્યાબેન-સુમનકુમાર, કિરણબેન-મનોજકુમાર, જાગૃતિબેન-પિયુષકુમારના મોટા ભાઈ. ધ્વનિલ, વિહાન, પ્રથમના દાદા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી સ્થાનકવાસી દશાશ્રીમાળી જૈન
બોટાદ નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. હીરાબેન હિંમતલાલ મનસુખલાલ શાહના સુપુત્ર જ્યોતીન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૭૬) ૧૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સર્યુબેનના પતિ. સ્વ. પોપટલાલ ચત્રભુજ કોઠારીના જમાઈ. તે મનીષ-દેવેનના પિતાશ્રી. અ.સૌ. નિયતી, અ.સૌ. પૂર્વીના સસરા. તે સ્વ. રાજેન્દ્ર, મુકેશ, જયેશ શાહના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના મનીષ અરવિંદ ગાલા (ઉં.વ. ૫૩) તા. ૧૦-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. પાનબાઇ લાલજી કેશવજી ગાલાના પૌત્ર તથા મેરાવાના સ્વ. મુલબાઇ કેશવજી પાસુના દોહીત્ર. હીરાવંતી અરવિંદ ગાલાના સુપુત્ર. જીજ્ઞા તથા લલિતના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: અરવિંદ ગાલા, દુકાન નં. ૩, કાજુપાડા પાઇપ લાઇન, જરીમરી, કુર્લા (વે.).
નાની ખાખરના શ્રાવિકા ભાનુબેન પોપટલાલ રણશી શાહ (દેઢીયા) (ઉં.વ. ૮૨)નો તા. ૧૦-૬-૨૪ના સંથારો સીઝ્યો છે. સ્વ. લધીબાઈ રણશી ખીમજીના પુત્રવધૂ. પોપટલાલ રણશીના પત્ની. ભારતી, વિજયના માતા. દેશલપુર જેવુબાઈ દામજી નેણશી ગાલાના પુત્રી. હેમચંદ, નવીનના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. પોપટલાલ રણશી શાહ, નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ-૩૭૦૪૩૫.
નવીનારના ભવાનજી (ભુપેન્દ્ર) લધુભાઈ શાહ (વોરા) (ઉં.વ. ૮૮) તા. ૧૧-૬-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન લધુ રાજપારના પુત્ર. સ્વ. પુષ્પાબેનના પતિ. નિખિલ, સ્વાતિના પિતા. કપાયાના મણિબાઈ કેશવજી વીરજી ગાલાના જમાઈ. રામાણીયાના સરોજબેન શામજી રાંભિયાના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિખિલ ભવાનજી શાહ, ૫૦૨, શ્રીજી એપાર્ટમેન્ટ, સાંઇનગર, એમ.જી. રોડની સામે, કાંદિવલી (વે.).
સોરઠ વિશાશ્રીમાળી જૈન
વાંકુના ખારચીયા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. સમજુબેન હીરાલાલ મહેતાના સુપુત્ર પિયુષ મહેતા (ઉં.વ. ૭૫) તે મધુબેનના પતિ. કૌશલ-ભાવિની, વિશાલ-શિલ્પા, સપના જતીનકુમાર વઢવાણાના પિતા. સ્વ. પુષ્પભાઈ, અરુણાબેન નિશિત વોરા, સ્વ. અશોકભાઈ, સોનાબેન પ્રદીપ શાહ, સ્વ. માણેકબેન તથા મનોજના મોટાભાઈ. સ્વ. કાન્જી જુઠા વોરાના જમાઈ. તા. ૧૧/૬/૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાલનપુરી જૈન
શ્રીમતી અમીતા મહેતા (ઉં.વ. ૭૭) તા. ૧૧-૬-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ કુમારભાઈ અમૃતલાલ મહેતાના ધર્મપત્ની. કેશરબેન-અમૃતલાલ કેવળદાસ મહેતાનાં પુત્રવધૂ. સુભદ્રાબેન-નવીનચંદ્ર અમૃતલાલની સુપુત્રી. અદિતીબેન-આસીતભાઈ મહેતા, શીતલબેન, તોરલબેન-સુવીરભાઈ શાહના માતુશ્રી. આયુષી, અનુષ્કા, કિમાયરાનાં નાનીમા. પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ના ૧૦.૦૦થી ૧૨.૦૦ અને ૪.૩૦થી ૭.૦૦. નિવાસસ્થાન: ૬૨/૬૩ પ્રેમમિલન, ૮૭-બી નેપીયન્સી રોડ, મુંબઈ-૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી, હાલ ડોમ્બિવલી ઈન્દુબેન પ્રવીણચંદ્ર હરજીવનદાસના સુપુત્ર હેમલ (હિરેન) (ઉં.વ. ૫૦) તા. ૯-૬-૨૪ કુરનુલ, હૈદરાબાદ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે જતીનભાઈના ભાઈ. અ.સૌ. સેજલબેનના જેઠ. આરુષિ, હેમના મોટા પપ્પા. જિતેન્દ્ર, પંકજ, કિરીટના ભત્રીજા. સ્વ. રમાબેન, સ્વ. રંજનબેન, સ્વ. મોક્ષાનંદ શ્રીજી મ.સ., તરુબેન તથા ભાવનાબેનના ભત્રીજા. લૌકિક વ્યવહાર રાખેલ નથી. એડ્રેસ: પ્રવિણચંદ્ર હરજીવનદાસ શાહ, ૧૧, જાનકીરામ નિવાસ, જીજાઈ નગર, ગોગરાસવાડી, ડોમ્બિવલી (ઈસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ મુંબઈ ગં.સ્વ. સાવિત્રીબેન શેઠ તે સ્વ. મંગળદાસ ધરમશી શેઠના ધર્મપત્ની. રમેશભાઈ, સુભાષભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ તથા ગં.સ્વ. લીનાબેન બિપિનભાઈ કપાસીના માતુશ્રી અને જયશ્રીબેન, ચંદ્રીકાબેન, રેખાબેન તથા સ્વ. ધરતીબેનના સાસુ. તે પિયર પક્ષે લીંબડી નિવાસી સ્વ. શિવલાલ ગુલાબચંદ શાહના પુત્રી. તથા મેહુલ, નીલીમા, રત્ના, દેવાંગ, હેમ, અમિત, જીગર, આકાશ, બિજલના દાદીમા. તા. ૧૧મી જૂન, ૨૦૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
પાણશીણા નિવાસી, હાલ બરોડા સ્વ. જીજ્ઞા ગૌરાંગ શાહ (ઉં.વ. ૪૩) તે હર્ષાબેન અશોકભાઈ શાહનાં પૂત્રવધૂ. તે ક્રિશીવ અને સનાયાના માતુશ્રી. તે મિતલ મેહુલભાઈ અજમેરા, કેજલ વિશાલભાઈ શાહનાં ભાભી. તેઓ ચંદનબેન અમીચંદ શાહનાં પૌત્રવધૂ. તે પિયર પક્ષે અમલનેર નિવાસી સ્વ. ભીખાલાલ નાગરદાસ શાહનાં પૌત્રી તથા ઈલાબેન જયેશભાઈ શાહનાં દીકરી. તે સોમવાર, તા. ૧૦-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ના ગુરુવારનાં ૧૦થી ૧૨. પાવનધામ હાથીભાઈ નગર પાસે, બરોડા.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ગાગોદરના સ્વ. શાંતિલાલ શાહ (ઉં.વ. ૬૫) શનિવાર, તા. ૮-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી રખુબેન રામજી હેમરાજના સુપુત્ર. સ્વ. દમયંતીબેન/જ્યોતિબેનના પતિ. દિવ્યેશ, ભાવિની, અવનીના પિતાશ્રી. કનિષા, પ્રિતેશ સાવલા, ધગશ નંદુના સસરા. કયાન, નાયશાના દાદા. સ્વ. જીવરાજ, સ્વ. કુંવરજી, સ્વ. ભગવાનજી, સ્વ. શિવજી, રેવંતી, દમયંતીના ભાઈ. લાકડિયાના શ્રીમતી કસ્તુરબેન લાલજી પોપટલાલ છેડાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૩-૬-૨૪ પ્રા.ટા. બપોરે ૩.૦૦થી ૪.૩૦ પ્રા. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈસ્ટ).