હિન્દુ મરણ
રાણપુર ગામના હાલે ઘાટકોપર કિરીટભાઈ દોશી (ઉં.વ. ૬૮) તે તા. ૧૦-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના ૩:૦૦-૫:૦૦. પારસ ધામ ઘાટકોપર, વલ્લભ બાગ લેન, તિલક રોડ, મુંબઇ-૭૭.
કચ્છી લોહાણા
સ્વ. કંકુબેન માધવજી દૈયા અંજારવાળાના પુત્ર ચંદ્રકાંત (છગનલાલ) (ઉં. વ. ૮૫) નર્મદાબેનના પતિ. હેમંત તથા નીરુ (નેહા) અમિતભાઈ ઠક્કરના પિતાશ્રી. સ્વ. લાલજીભાઈ (બાબુલાલ)ના નાનાભાઈ. સ્વ. મહાલક્ષ્મીબેનના દિયર. ઉશાંગના નાના. સ્વ. કમળાબેન કરસનદાસ સોમૈયા કલ્યાણપુરવાળાના જમાઈ ૧૧-૬-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ ખારા અબ્રામા, હાલ અંધેરી બિપિનભાઈ મલિઆ (ઉં. વ. ૮૭) ૧૨-૬-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે સ્વ. હરિપ્રસાદ મલિઆના પુત્ર. મૃદુલાબેનના પતિ. ચારૂ તથા તેજલના પિતા. ધર્મેશભાઈના સસરા. ભરતભાઈ તથા સ્વ. વાસંતીબેનના ભાઈ અને સ્વ. રમણલાલ રણછોડજીના જમાઈ. લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ત્રિવેણીબેન પ્રેમજી લાલજી બાટ કચ્છ ગામ મઉ મોટીના સુપુત્ર જીતેન્દ્ર બાટ (ઉં. વ. ૭૩) હાલ ડોમ્બીવલી (ઈસ્ટ) ૧૧-૬-૨૪ મંગળવારના રામશરણ પામેલ છે. સુલોચનાબેન બાટના પતિ. તે સ્વ. કલાવંતીબેન કેશવજીભાઈ નરશીભાઈ ધીરાવાણી કોઠારવાળાના જમાઈ. ધર્મેશ તથા મનીષના પિતાશ્રી. મીતા અને વીભાના સસરા. તે રમેશ, સ્વ. મહાલક્ષ્મીબેન રમેશભાઈ કોટકના મોટા ભાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા લાડ વણીક
મુળ ગામ વ્યારા, હાલ ગોરેગામ સ્વ. લલ્લુભાઈ કરસનદાસ શાહ તથા સ્વ. પદમાબેન શાહના પુત્ર જયેશભાઈ (ઉં.વ. ૭૭) રવિવાર, તા. ૯ જૂન ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં.સ્વ. ઈલાબેનના પતિ. તે કોકિલાબેન દિલીપ શાહના ભાઈ. વિશાલના પિતા. હિરલના સસરા તથા ટ્વિશાના દાદા. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.
હાલાઇ લોહાણા
સ્વ. મંજુલાબેન જીવરાજભાઈ ઠક્કર અને સ્વ. દેવકુરબેન રણછોડદાસ ગણાત્રાનો પૌત્ર. સ્વ. નિલમબેન અને સ્વ. બચુભાઈનો સુપુત્ર. વિધિ નિશાંત શ્રીવાસ્તવના પિતા. પંકજ, ઉમાકાન્ત અને ભૂષણના ભાઈ. ફેનીલ, વૃત્તિ અને ધ્વનિના કાકા. પરેશ ઠક્કર (કાનાબાર) (ઉં.વ. ૫૭), વેરાવળ નિવાસી, હાલ મુંબઈ. ૧૦ જુન ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩ જુન ૨૦૨૪ના ૪ થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, માધવજી શ્યામજી સુતરીયા સભાગૃહ, ૧લે માળે, ૬/૧૦, ઠાકુરદ્વાર રોડ, મુંબઈ ૪૦૦૦૦૨.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
થાન નિવાસી, હાલ વસઈ સ્વ. કમળાબેન બાબુલાલ મકવાણાના પુત્ર કનૈયાલાલ મકવાણા (કનુભાઈ) (ઉં.વ. ૭૩), તા. ૧૦-૬-૨૪ સોમવારના પ્રભુચરણ પામ્યા છે. શકુંતલાબેનના પતિ. ભાવેશભાઈ અને અક્ષયભાઈના પિતા. સ્વ. કોકિલાબેન, મંગળાબેન, પ્રેમીલાબેન, રક્ષાબેન અને લતાબેનના મોટાભાઈ. સ્વ. કાંતાબેન પ્રાણજીવનદાસ ચૌહાણના જમાઈ. બંનેપક્ષની પ્રાથર્નાસભા ૧૩-૬-૨૪ ગુરુવારના ૪ થી ૬. સ્થળ- બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, પાર્વતી ટૉકીઝની પાછળ, ગોલ્ડન પાર્ક હોસ્પિટલની સામે, સાઈનગર, વસઈ રોડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
હાલાઇ લોહાણા
હાલ સાંતાક્રુઝ નિવાસી ગં.સ્વ. શાંતાબેન વણઝારા (ઉં.વ. ૭૦) તે ૧૧/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રામકૃષ્ણ વિઠ્ઠલદાસ વણઝારાના ધર્મપત્ની. સ્વ. મમતાબેન, અમિત તથા ભાવેશના માતુશ્રી. ઉમેશકુમાર, નેહા તથા સ્વ. હિનાના સાસુ. પ્રાશી, ધ્રુવ, કથાના દાદી. કુંદનબેન જગદીશભાઈ વણઝારાના જેઠાણી. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના ૪ થી ૬. સન્યાસ આશ્રમ, પહેલે માળે, પોંડ ગાવઠન નવપાડા રોડ, કમલા નગર, વિલેપાર્લે વેસ્ટ.
કપોળ
ગામ ડુંગરવાળા હાલ કાંદિવલી ઉપેન્દ્રભાઈ પ્રતાપરાય દુર્લભદાસ મહેતાના ધર્મપત્ની કવિતા (કુસુમબેન) (ઉં.વ. ૬૭) તે સ્વ. મનહરલાલ પ્રાણજીવન પારેખના પુત્રી. પ્રિયા ભાવિન ગાંધી, ધીરેન-વૃંદાના માતુશ્રી. કુસુમ, કીર્તિ, રંજન, મીરા, હિતેશ, રેખાના ભાભી. સુરેશ, પ્રવીણા, ઉષા, માલતી, નીતાના બહેન. તે ૧૦/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના ૫ થી ૭. હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મૂળવતન વરસાડા હાલ મુંબઈ સ્વ. સવિતાબેન ચીમનલાલ વાલજી સેજપાલના પુત્ર મુકેશભાઈ સેજપાલ (ઉં.વ. ૬૩) તે ૧૦/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે આરતીબેનના પતિ. આદિત્યના પિતા. રજનીકાંત, સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. ભારતીબેન અશ્ર્વિનકુમાર કારિયા, દક્ષા પ્રકાશચંદ્ર સૂચકના ભાઈ. સ્વ. ચંદુભાઈ ધરમદાસ મસરાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
મોટાદડવા નિવાસી હાલ કાંદિવલી ધીરજલાલ દામોદરદાસ ત્રિભુવનદાસ લોટીયા (ઉં.વ. ૮૯) તે સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. અમીલાલ તારાચંદ માલવિયાના જમાઈ. ભાવેશ હર્ષા રવિ તથા ધર્મેશના પિતા. અનિતા, બીજલ, સોનલ, અરુણકુમાર નવીનચંદ્ર કાચલિયાના સસરા. ગં.સ્વ. સુશીલાબેન અશોકકુમાર ગગલાણી, સ્વ. નટવરલાલ, લલિતભાઈ, રાજેશભાઈના ભાઈ, ૧૦/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
મૂળગામ બાલાસિનોર નિવાસી હાલ બોરીવલી સ્વ. તારાબેન તથા સ્વ. મણિલાલ લલ્લુભાઇ પરીખના પુત્રવધૂ ગં.સ્વ. મીનાબેન કિરણભાઈ પરીખ (ઉં.વ. ૬૯) તે ૯/૬/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઉર્વી, ભાવિન તથા ધવલના માતુશ્રી. અલ્પેશકુમાર ખાનવીલકર, હેલી તથા નિશાના સાસુ. પિયરપક્ષે બાલાસિનોરવાળા રાજેશભાઈ નરવરલાલ કડકિયા, ગં.સ્વ. રેખાબેન પ્યારેલાલ ત્રિવેદી તથા માલિનીબેન કડકિયાના બહેન. પરિનિધિના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
હાલ મુંબઈ મલાડ નિવાસી સ્વ. મધુબેન તથા સ્વ. રમણીકભાઇ હિંમતભાઇ મહેતાના પુત્ર યોગેશકુમાર મહેતા (ઉં.વ. ૫૩) તે ૧૧/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. ભરતભાઈ રમણીકભાઈ મહેતાના નાનાભાઈ. યોગિતાબેનના પતિ. પ્રણવના પિતા. જેતપુર નિવાસી ગં.સ્વ. જશુબેન તથા સ્વ. હરસુખલાલ ચંદુલાલ જોષીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪/૬/૨૪ના ૪ થી ૬. બી ૩, હાઈવે વ્યૂ સોસાયટી, ગાર્ડન પોઇન્ટ સોસાયટીની સામે, કુરાર વિલેજ, મલાડ ઈસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. શંકરલાલ નારણજી ચંદન, ગામ કચ્છ રવાપર હાલે નવી મુંબઈ વાશી કોપર ખેરનેના ધર્મપત્ની ગં.સ્વ. તારાબેન ચંદન (ઉં.વ. ૭૯), તા. ૧૧/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રદીપ, જયેશ, ઘનશ્યામ, પ્રફુલાબેન ભરતકુમારના માતૃશ્રી. ડિમ્પલ, લતા, ગીતાના સાસુ. ભચીબેન કોરજી જેઠા આઈયા ગામ મુરું આમારાની સુપુત્રી. ક્રિષ્ના વિશાલ, આનંદ, અનિકેત, પાર્થ તથા સ્વ. માનસી, કૌશિક, ઋષિકના દાદી-નાની. પ્રાર્થનાસભા તા. ૧૩/૬/૨૪ ગુરૂવાર ૫ થી ૭, લોહાણા ભવન, ૧ માળે, કોપર ખેરણે, સેક્ટર ૧૦, નવી મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે,
કપોળ
રાજુલાવાળા હાલ પાર્લા-બોરીવલી નિવાસી શ્રી ચંદ્રકાન્ત મગનલાલ દોશીના ધર્મપત્ની અ.સૌ. પ્રવિણા દોશી (ઉં.વ. ૭૨) તા. ૧૧-૬-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ સોનલ અને સંદિપના માતુશ્રી. ધનના નાની. કાશ્મિરાબેન બિપીનદંદ્ર, અંજનાબેન અને પ્રતિમાબેનના ભાભી. સ્વ. શાંતાબેન દામોદરદાસ છગનલાલ ગોરડિયાના પુત્રી. જીતેન્દ્રભાઈ, દમયંતીબેન, ઉષાબેન, લલિતભાઈ તથા યામિનીબેનના બેન. સર્વ લોકિક પ્રથા બંધ રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વણિક
હાલ ઘાટકોપર નિવાસી, અરવિંદભાઈ ઈશ્ર્વરલાલ શેઠ (ઉં.વ. ૮૮) ઉષાબેનના પતિ. રાકેશભાઈના પિતા. પારુલબેનના સસરા. જય, પરીના દાદા. તા. ૭-૬-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ગુણવંતભાઈ દેસાઈ (ઉં.વ. ૮૮) તે સ્વ. શાંતાબેન અને સ્વ. નર્મદાશંકર દેસાઈના સુપુત્ર. તે સુરેખાબેન દેસાઈના પતિ. તે શિવાનીનાં પિતા. તે રાજીવ અનિલકુમાર પરીખના સસરા. તે ગં.સ્વ. પ્રસન્નાબેન બાલકૃષ્ણ ત્રિવેદી, સ્વ. કેવલ રામભાઈ, સ્વ. સવિતાબેન મનસુખરામ ત્રિવેદી, સ્વ. લીલાવંતીબેન મહાશંકર પંડ્યા, કૃષ્ણકાંતભાઈ દેસાઈના ભાઈ. તે સ્વ. ઉર્મિલાબેન કનૈયાલાલ દેસાઈના જમાઈ. તા. ૩-૬-૨૪ના સોમવારે કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
પરજિયા સોની
ગોંડલ નિવાસી હાલ મુંબઈ સ્વ. ઉષાબેન પ્રભુદાસ ધકાણના પુત્ર રાજેશભાઈના ધર્મપત્ની સારિકાબેન (ઉં.વ. ૪૩) તે તા. ૧૧-૬-૨૪ને મંગળવારના શ્રીજીચરણ થયેલ છે. પરેશભાઈના નાના ભાઈના પત્ની. ક્રિશા, વંશના માતુશ્રી. રૂપાબેનના ભાભી. તે પિયર પક્ષે અમરાવતીવાળા હાલ વિરાર સ્વ. વિનોદભાઈ જમનાદાસ સતીકુવર ગં.સ્વ. સરલાબેનનાં દીકરી પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ને ગુરુવારના ૪થી ૬. સ્થળ: ભાટિયા ભાગીરથી ૮૮, દાદીશેઠ અગિયારી લેન, ચીરાબજાર મુંબઈ-૪૦૦૦૦૨.