નેશનલ

Election પછી Yogi સરકાર એક્શનમાં: ‘ઓપરેશન લંગડા’થી માફિયારાજ હચમચ્યું

લખનઉઃ લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election’s results) અને આચારસંહિતા હટાવ્યા બાદ યુપીની યોગી સરકાર સુપર એક્શન મોડમાં જોવા મળી રહી છે. બુલડોઝર એક્શન સાથે તાબડતોડ પોલીસ એન્કાઉન્ટરથી ગુનેગારો અને જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બુધવાર સવાર સુધીમાં પોલીસે કુલ ૨૨ એન્કાઉન્ટર કર્યા છે. જેમાં બે ઇનામ ધરાવતા ગુનેગારો ઠાર મરાયા છે, જ્યારે ૨૦થી વધુ ગુનેગારોની ઓપરેશન લંગડા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
બુલડોઝર એક્શનની વાત કરીએ તો ગેરકાયદેસર અતિક્રમણ સામે પણ કાર્યવાહી વધી છે. ૪ જૂન બાદથી અત્યાર સુધીમાં ચાર મોટી બુલડોઝર કાર્યવાહીઓ થઇ છે. તેમાંથી લખનઉના અકબરનગરમાં ગેરકાયદે રીતે સ્થપાયેલી વસાહત સામે બુલડોઝરની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ યુપી કેબિનેટે 41 પ્રસ્તાવો મંજૂર કર્યા, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ!

લખનઉના અકબરનગરમાં માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. બુલડોઝરના આ એકસ્ટ્રા ડોઝને કારણે ગેરકાયદેસર રીતે સ્થપાયેલી કોલોનીઓમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ઉન્નાવ, પ્રયાગરાજ, આગ્રામાં પણ ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૌનપુર અને મુઝફ્ફરનગરમાં ઇનામ સાથેના એક-એક ગુનેગારને ઠાર કરાયા છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદથી ઉત્તરપ્રદેશના ૧૩ જિલ્લાઓમાં અત્યાર સુધી ૨૨ એન્કાઉન્ટર થયા છે. જેમાં ૨૦થી વધુ ગુનેગારો પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા છે.
પાંચમી જૂને જ આંબેડકર નગરમાં બે તસ્કરો ગોળીઓથી ઘાયલ થયા હતા. તે જ દિવસે મેરઠમાં પણ હોમગાર્ડને લૂંટનારા બે લૂંટારુઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું. બિજનૌરમાં પણ ૫ જૂને પ્રોપર્ટી ડીલરના હત્યારા સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું. શામિલમાં પણ પશુ દાણચોરો સાથેની અથડામણમાં એક આરોપી ઘાયલ થયો હતો. ગાઝિયાબાદમાં પણ ૫ અને ૬ જૂનના રોજ થયેલા એન્કાઉન્ટરમાં બે બદમાશો ઘાયલ થયા હતા.
બરેલીમાં પણ પોલીસ એન્કાઉન્ટરમાં એક ગુનેગાર ઘાયલ થયો હતો. ૬ જૂને ઓપરેશન લંગડા હેઠળ મેરઠ, અલીગઢ, રામપુર, જાલૌન અને સીતાપુરમાં એક-એક ગુનેગાર પકડાયો હતો. આ સિવાય મુઝફ્ફરનગર, લખનઉ, જાલૌન, કાનપુર, ફરુખાબાદ, રામપુર, મેરઠ, અયોધ્યા, કૌશામ્બી અને બારાબંકીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ગુનેગારો ઘાયલ થયા હતા

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત