શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત...
ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું આરોગ્ય માટે એકદમ લાભદાયી માનવામાં આવે છે
પરંતુ ઘણી વખત ખોટી રીતે તેનું સેવન કરવામાં આવતા નુકસાન પણ થાય છે, આજે આપણે અહીં આવા જ એક ડ્રાયફ્રૂટ વિશે વાત કરીશું
ઘણા લોકોનું એવું માનવું છે કે કાજુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, પણ શું હકીકતમાં આવું છે? ચાલો જાણીએ-
કાજુમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે
કાજુ એ પોષક તત્વોની ખાણ છે અને એનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ નથી વધતું
જો મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો એનિમિયની સમસ્યાથી બચી શકાય છે
તેમાં રહેલાં આયર્નને કારણે રેડ બ્લડ સેલ્સ પણ વધે છે
આ સિવાય થાક અને નબળાઈને દૂર કરવા પણ કાજુનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં અનેક પોષક તત્ત્વો જોવા મળે છે
પાંચનતંત્ર સંબંધિત સમસ્યાઓને નિવારવા માટે પણ ફાઈબરથી ભરપૂર કાજુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે
મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરથી ભરપૂર કાજુ હાડકાને પણ મજબૂત બનાવે છે
ટૂંકમાં કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે એ માન્યતા સાચી નથી, પણ હા તેનું પ્રમાણ ચોક્કસ મર્યાદિત હોવું જોઈએ...